Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ભરૂચ એલસીબી પોલીસે બાકરોલ બ્રિજ પાસેથી બાઈક ચોરીમાં સંડોવાયેલા નાસ્તા-ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

દિનેશભાઇ અડવાણી

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર હાઇવે પર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ ઈસમ નંબર પ્લેટ વિનાની બાઈક લઈ નેશનલ હાઇવે પર ફરી રહ્યો છે.જેવી બાતમીને આધારે પોલીસે બાકરોલ બ્રિજ પાસે વોચ ગોઠવી ઉભી હતી તે વેળા બાતમીવાળો ઈસમ આવતા પોલીસે તેને અટકાવી બાઇકના દસ્તાવેજો માંગતા તેને આનાકાની કરતા પોલીસે તેની પુછપરછ કરતા તેને બાઈક પારડી ગામેથી ચોરી કરી હોવાનું કાબુલ કર્યું હતું.પોલીસે તેની વધુ કડકાઈથી પુછપરછ કરતા તેને બાઈક ચોરીના અન્ય પાંચ ગુનામાં સંડોવાયેલો હોવાનું જણાવતા એલસીબી પોલીસે વાલિયાના ફડકોઈ ખાડિયા ફળિયાના કિશાન માનસિંગ વસાવાની અટકાયત કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી અંકલેશ્વર તાલુકા પોલીસને હવાલે કર્યો છે.

Advertisement


Share

Related posts

દહેજમાં ૪૦ હજારના ગાંજા સાથે એક શખ્સ એસઓજીએ ઝડપી પાડયો પોતાના ઘરમાં જ ગાંજાનો જથ્થો સંતાડી રાખ્યો હતો

ProudOfGujarat

ભરૂચનાં દાંડિયા બજાર વિસ્તારમાં 3 બાઇકને રહસ્યમય રીતે આગ ચાંપી દેવાની ધટના પ્રકાશમાં આવી હતી.

ProudOfGujarat

લીંબડી સેવા સદન ખાતે આગમી ત્રીજી તારીખે યોજાનાર પેટાચૂંટણીના ઇવીએમ સ્ટ્રોંગ રૂમમાં મુકાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!