Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરમા ટ્રાફિકના નિયમોની ધજીયા ઉડાવતા સ્કૂલોની ગાડીના ડ્રાઈવર….

Share

દિનેશભાઇ અડવાણી

અંકલેશ્વર શહેરમાં બાળકોને ઘરેથી સ્કૂલે લઈ જવા અને સ્કૂલેથી ઘરે લાવવા માટે વાલીઓ ખાનગી વાહનો ભાડાપેટે ઉપયોગ કરતા હોય છે પરંતુ આ ખાનગી વાહનો કોઈપણ પ્રકારનું રજીસ્ટ્રેશન કરાવ્યા વગર ગાડીમાં બાળકોને ઘેટા-બકરાની જેમ ભરી સવારી કરતા હોય છે.ત્યારે એક એક ગાડીની અંદર 15 થી 20 જેટલા બાળકો ને બેસાડી ફૂલ ઝડપે ગાડી ચલાવતા હોય છે.ત્યારે અંકલેશ્વર ટ્રાફિક ના કોઈપણ નિયમોનું પાલન કર્યા વિના ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા હોય છે ત્યારે આવી કોઈ મોટી દુર્ઘટના બને તો તેનો જિમ્મેદાર કોણ તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.ત્યારે હવે ભારત દેશમાં દુષ્કર્મના બનાવો પણ ખૂબ માત્રામાં વધી રહ્યા છે ત્યારે થોડા મહિના પહેલાં જ ભરૂચ શહેર માં પણ આવા જ એક સ્કુલના ડ્રાઈવરે એક બાળકી સાથે દુષ્કર્મ કરવાનો કિસ્સો બહાર આવ્યો હતો ત્યારે હવે અંકલેશ્વર ટ્રાફિક પોલીસ આવા ગેરકાયદેસર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા ડ્રાઇવરોને ક્યારે પડશે તે હવે જોવાનું રહ્યું.અંકલેશ્વરની કેટલીક ખાનગી સ્કૂલોમાં બાળકોને લઈ જતી જતી ગાડીઓના કાળા કાચ હોય છે તેનું પણ અંકલેશ્વર ટ્રાફિક પોલીસ ધ્યાન આપતું નથી.જે ઘટના ભરૂચમાં બની હતી એવી જ ઘટનાની રાહ અંકલેશ્વર ટ્રાફિક પોલીસ જોઈ રહી હોય હાલના તબક્કે તો એવું જ લાગી રહ્યું છે.

Advertisement


Share

Related posts

ઇકો કારમાંથી ચોરી કરેલા પાંચ સાયલેન્સર સાથે એક ઇસમને ઝડપી પાડતી નડીયાદ પોલીસ.

ProudOfGujarat

ગોધરા : જિલ્લા કોંગ્રેસે ખેડુતોના વિવિધપ્રશ્નો ને લઇ મામલતદારને આપ્યુ આવેદનપત્ર

ProudOfGujarat

મકતમપુરમાં પારિવારિક ઝઘડો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો : પિતા-પુત્રની એકબીજા સામે મારામારી, ગાળાગાળી અને જાનથી મારી નાખવાની ધમકી અંગે ફરિયાદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!