Proud of Gujarat
FeaturedCrime & scandalGujarat

નવ વર્ષના નાના છોકરાને માત્ર ચપ્પલ ચોરીના આરોપ સાથે માર મારવામાં આવ્યો. નાના છોકરાનો વિડિઓ થયો વાયરલ.છોકરાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો…

Share

દિનેશભાઇ અડવાણી

બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ ના સિતપોણ ગામ ના રહેવાસી સરફરાઝ દીવાન પોતાના પરિવાર સાથે નવી નગરી ખાતે રહે છે.ગત તારીખ પેહલી એપ્રિલ ના રોજ એમનો નવ વર્ષનો છોકરો ટોફિક દીવાન રાબેતા મુજબ ગામમાંજ આવેલી સ્કૂલમાં અભ્યાસ માટે ગયો હતો.આ દરમિયાન બપોરે ત્રણ થી ચાર વાગ્યાના સમય દરમિયાન સ્કૂલમાં રીસેસ સમય દરમિયાન ટોફિક સ્કૂલ બહાર રમતો હતો તયારે ગામ નાજ રહેવાસી ઇશાક બંદલા અને ઈંદ્રિસ બનું નામ ના બે ઈસમો આવી ને નવ વર્સીય ટોફિક ને ઉપાડી જય ગામ માજ આવેલા પાણીના ફિલ્ટર પ્લાન્ટ પાસે લઈ ગયા હતાં.

Advertisement

ત્યાર બાદ ઇશાક બંદલા અને ઈંદ્રિસ બાપુ દ્વારા નાના છોકરાને ઢોર માર એક ઓરડીમાં ગોધી ને મારવામાં આવ્યું હતું.આટલા થી ન અટકતા આ બંને ઈસમો દ્વારા છોકરાનો વિડિઓ પણ પોતાના મોબાઈલ માં બાંવ્યો હતો.જે વિડિઓ માં છોકરા પાસે ચપ્પલ ચોરી ની કબૂલાત કરાવતા નજરે પડ્યા હતા.વાયરલ વિડિઓ માં નાનો બાળક રડતો નજરે પડતી હતો તો સાથે સાથે રડતા રડતા બાળક માફી માંગી મને જવાદો જવાદો કહી રહ્યો હતો.આ બનાબ બન્યા બાદ જ્યારે છોકરા ના પિતા સરફરાઝ ભાઈ નોકરીએ થી પરત આવતા તેમની પત્ની એ બનાવ ની જાણ એમને કરી હતી.પોતાના નવ વર્સીય છોકરા સાથે બનેલા આ બનાવ બાદ ઘબરાય ગયેલા સરફરાઝ ભાઈ છોકરા ને લઈ તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા.હાલ નવ વર્સીય ટોફિક સિવિલ હોસ્પિટલ માં સારવાર હેતળ છે.અને આ બનાવ બાદ આ નાનો છોકરો અત્યંત ઘબરાયેલી હાલત માં છે.જે કોઈ ના પૂછવા પર પણ કોઈજ જવાબ આપી નથી શકતું.

હવે જોયું એ રહ્યું કે નબીપુર પોલીસ આ નાના છોકરા ને માર મારી વિડિઓ બનાવનાર ઇશાક બંદલા અને ઈંદ્રિસ બાપુ પર ક્યારે અને કેટલી નિકપક્ષસ રીતે તાપસ કરી આવા નરાધમ ટપોરી યો ને જેલ ના સળિયા પાછળ ધકેલે છે.


Share

Related posts

કોરોનાની બીજી લહેરમાં લોકોને મદદરૂપ થવા બારડોલીનાં સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા શરૂ કરાયેલા કંટ્રોલરૂમને બહોળો પ્રતિસાદ.

ProudOfGujarat

ભરૂચ : શું આ છે સત્તાધારી પક્ષનું સ્વચ્છ ભારત અભિયાન..? : શક્તિનાથ સર્કલથી પાંજરાપોળ સુધી ઠેર-ઠેર ગંદકી જ ગંદકી..!

ProudOfGujarat

આજરોજ નેત્રંગ પંથકમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો વાવાઝોડા સાથે છુટોછવાયો વરસાદ ખાબકતા ઠંડકનો અનુભવ થયો હતો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!