Proud of Gujarat
FeaturedGujarat

ઝગડીયાના ભાલોદ ગામે શ્રીપરશુરામ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

Share

દિનેશભાઇ અડવાણી

ઝગડીયા તાલુકાના નર્મદા નદી કિનારે આવેલા ભાલોદ ગામે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા વૈશાખ સુદ ત્રીજ ને મંગળવાર ના દિવસે વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર એવા પરશુરામ ભગવાનના જન્મ જયંતીની શ્રઘ્ઘા અને ભક્તીભાવપૂર્વક ઉજવણી કરવામા આવી હતી. આ શુભ પ્રસંગે નિમિતે ભાલોદ ગામે પ્રથમવાર પરશુરામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા યોજાય હતી.જે મહાત્માગાંધી વિદ્યાલય થી બપોરે ૩ કલાકે ડીજે સાથે નિકળી હતી.જેમાં મોટી સંખ્યામાં ભુદેવો શોભાયાત્રા જોડાયા હતા .જે મેન બજારમાં થઈ મોક્ષનાથ મહાદેવ મંદિરે સંપન્ન થઈ હતી. શોભાયાત્રા મા ઝગડીયા તાલુકાના સમસ્ત ભૂદેવગણ તેમજ બરોડા, ભરૂચ જેવા દુર ના શહેર મા થી શ્રીપરશુરામ જન્મ જ્યંતી ઉત્સવ ઉજવવા ઉપસ્થીત રહ્યા હતા.શોભાયાત્રા મા બ્રહ્મસમાજના અગ્રણી તેમજ રાષ્ટ્રીય પરશુરામ સેના (યુવા વાહિની) ના કાર્યકરો તેમજ ગામના બ્રહ્મસમાજ યુવા કાર્યકરો જોડાયા હતા.સંઘ્ઘા સમયે પરશુરામ ભગવાનની સમૂહ આરતી કરવામા આવી હતી.ત્યારબાદ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement


Share

Related posts

પંચમહાલ જિલ્લાના 200 ગામોમાં 100 ટકા રસીકરણ : જિલ્લામાં લક્ષ્યાંક પૈકીના 70.89 ટકાને રસી અપાઈ.

ProudOfGujarat

લોકશાહીના પર્વ મતદાનને ગણતરીના કલાકો બાકી, ભરૂચની પાંચ વિધાનસભા બેઠકો ઉપર ઇ.વી.એમ ડિસ્પેચ કરાયા.

ProudOfGujarat

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝાટકો, હવે આ નેતાએ 150 કાર્યકર્તાઓ સાથે ભગવો ધારણ કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!