Proud of Gujarat
FeaturedGujarat

સુરત ખાતે ટ્યુશન કલાસીસમાં આગ લાગવાની દર્દનાક ઘટના બાદ ભરૂચમાં વહીવટી તંત્ર એકશનમાં.ઠેર-ઠેર ચેકીંગ હાથ ધરાયુ…

Share

દિનેશભાઇ અડવાણી

સુરત ટ્યુશન કલાસીસ માં આગ લાગવાની દર્દનાક ઘટના બાદ ભરૂચ માં વહીવટી તંત્ર પણ એક્શનમાં આવ્યું હતું.શહેરની હોસ્પિટલો,કલાસીસ અને હોટલોમાં તંત્રની અલગ-અલગ ટિમો દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.પાલિકાના વહીવટી તંત્ર દ્વારા ફાયર N.O.C વગર શહેરમાં ધમધમતા ટ્યુશન કલાસીસ સામે લાલઆંખ કરી હતી અને તાત્કાલિક અસર થી નોટિસ બહાર પાડી ૪૦ થી વધુ ટ્યુશન કલાસીસ બંધ કરવાના આદેશ ભરૂચ પાલિકાના ચીફ ઓફિસર દ્વારા આપ્યા હતા.ભરૂચ શહેરની હોસ્પિટલ અને હોટલોમાં તંત્રની ચાર જેટલી અલગ અલગ ટિમો દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં ફાયર સેફટીમાં બેદરકારી દાખવાનારાને નોટિસ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Advertisement


Share

Related posts

વાલીયા પોલીસે પોક્સોના ગુનામાાં છેલ્લા ત્રણ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયા.

ProudOfGujarat

ભરૂચ : અપહરણ થયેલ બે બાળકીઓને શોધી કાઢતી આમોદ પોલીસ.

ProudOfGujarat

આજરોજ જંબુસર પોલીસ લાઇન ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!