Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર રૂરલ તથા વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં પોલીસ ધરપકડથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફલૉ સ્કોડ ભરૂચ…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચનાઓ મુજબ ભરૂચ જિલ્લામાં બનેલ ગુનાઓના નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા અંગેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.જે અનુસંધાને પો.સ.ઇ વાય.જી.ગઢવીના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફલૉ સ્કોડની ટીમના માણસો અંકલેશ્વર રૂરલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે પ્રોહિબિશનના ગુનામાં નાસતો ફરતો આરોપી અજયભાઈ અરવિંદ ઉર્ફે અનાભાઈ વસાવા,ઉંમર વર્ષ ૨૬,રહે ઉટીયાદરા નવી નગરી તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ, મૂળ રહે સીમોદરા ભરવાડ ફળિયા તાલુકો.માંગરોલ જિલ્લો.સુરત ને ઉટીયાદરા ગામેથી આજરોજ સી.આર.પી.સી કલમ ૪૧(૧)આઈ મુજબ અટક કરી અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી કરવા સુપ્રત કરવામાં આવેલ છે.ઉપરોક્ત કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડના અ.હે.કો અનિલભાઈ રામજીભાઈ તથા અ.હે.કો જયેન્દ્રસિંહ મહોબતસિંહ તથા પી.સી રાકેશકુમાર ચંદુલાલ તથા એલ.આર.પી.સી અનિલભાઈ દીતાભાઈ તથા એલ.આર.પી.સી નીમેષભાઈ નવીનભાઈ દ્વારા ટીમવર્કથી કરવામાં આવી હતી.

Advertisement


Share

Related posts

આલિયાબેટ ખાતે ભરૂચ પોલીસ દ્વારા 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવાયો

ProudOfGujarat

છોટાઉદેપુર નજીકમાં આવેલ કાનાવાંટ-કાછેલ ગામે શોટ સર્કીટના કારણે આગ લાગી જતા બે લાખ ઉપરાંતની ઘરવખરી બળીને ખાખ એક વ્યક્તિ દાઝી જતા સારવાર હેઠળ.

ProudOfGujarat

લીંબાસી વિસ્તારમાં ગોડાઉનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમને ઝડપી પાડતી નડિયાદ એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!