Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ જિલ્લા કોંગ્રેસના અગ્રણી જયેશભાઈ પટેલ ના નિધન અંગે રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી…

Share

દિનેશભાઇ અડવાણી

ગઈકાલે લાંબી માંદગી બાદ કોંગ્રેસના અગ્રણી જયેશભાઈ પટેલનું મુંબઈ ખાતે નિધન થયું હતું.જેને લઈને રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલે પોતાના શોક સંદેશમાં જણાવ્યું છે કે ગ્રામ પંચાયતથી લઇને જિલ્લા પંચાયતમાં જયેશ ભાઈએ લોકોના પ્રશ્નોને ઉજાગર કર્યા હતા.તેઓ એક સારા ખેડૂત આગેવાન હતા અને ખેડૂતોના પ્રશ્નોને લઈને હંમેશા લડત આપી હતી.તેઓના નિધનથી જિલ્લા કોંગ્રેસ સમિતિએ સારા નેતા ઉપરાંત ભરૂચ જિલ્લાએ લડાયક વ્યક્તિત્વ ગુમાવ્યું છે.જેમની ખોટ હંમેશા વર્તાતી રહેશે.અહમદભાઈ પટેલે તેમના પરિવારજનો સાથે ટેલિફોનિક વાતચીત કરી સાંત્વના આપી હતી.તેઓ જયેશ પટેલની માંદગી દરમિયાન સતત તેમના પરિવારજનો સાથે સંપર્કમાં રહ્યા હતા.આ દુઃખદ સમયમાં પરમ કૃપાળુ પરમાત્મા પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરી હતી.

Advertisement


Share

Related posts

ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા રાંધણ ગેસના ભાવમાં વધારો થતાં અનોખો વિરોધ પ્રદર્શન કરાયો.

ProudOfGujarat

ભરૂચ : ગંધાર પેટ્રોકેમિકલ કર્મચારી યુનિયનની વાર્ષિક સાધારણ સભા મળી

ProudOfGujarat

નડિયાદ : ઝારોલ ગામ પાસે હાઇવે પર કાર ચાલકને અકસ્માત નડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!