Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : ઝારોલ ગામ પાસે હાઇવે પર કાર ચાલકને અકસ્માત નડયો.

Share

ખેડાથી નડિયાદ તરફના ટોલ રોડ પર ગાય રસ્તા વચ્ચે આવી જતાં ઝારોલ ગામ પાસે કાર ચાલકને અકસ્માત થયો છે. ઘટનામાં બે વ્યક્તિઓને સામન્ય ઇજાઓ પહોંચી છે. 108 ની ટીમ દ્વારા કાર ચાલકને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના રહેવાસી જય શાહ પોતાની કાર લઈ નડિયાદ તરફ આવી રહ્યા હતા. દરમિયાન ઝારોલ ગામ પાસે હાઇવે પર અચાનક ગાય રસ્તા પર આવી જતા ચાલકે બ્રેક મારતા ગાડી પલટી મારી ગઇ હતી. આસપાસથી પસાર થતા લોકોએ ગાડીને સીધી કરીને ચાલક અને તેની બાજુમાં બેઠેલ વ્યકિતને બહાર કાઢ્યા હતા. જોકે બંને વ્યક્તિને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. પલટી ખાઇ જતા ગાડીના આગળના ભાગને ઘણું નુકસાન પહોંચ્યું હતું. ઝારોલ ગામ આસપાસ હાઈવે પર સર્વિસ રોડ બનાવવામાં આવ્યો નથી. જેને કારણે રખડતા પશુઓ હાઇવે પર આવી જતા અકસ્માત અવારનવાર થતા હોય છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

હવાઈ ​​પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર ! હવે આ લોકો મુસાફરી કરી શકશે નહીં, DGCAએ જારી કર્યો આદેશ.

ProudOfGujarat

ભરૂચના દહેગામ ચોકડી પાસેથી શંકાસ્પદ ભંગારનો જથ્થો આઈસર ટેમ્પોમાં ભરી લઈ જતા બે ઈસમોની ક્રાઇમ બ્રાંચ દ્વારા ધરપકડ

ProudOfGujarat

ઝઘડીયા બ્રિટાનીયા કંપનીમાં ટ્રક ડ્રાઇવરનું અગમ્ય કારણોસર મોત થયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!