Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા રાંધણ ગેસના ભાવમાં વધારો થતાં અનોખો વિરોધ પ્રદર્શન કરાયો.

Share

આજરોજ ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના પાંચબત્તી વિસ્તારમાં કેન્દ્ર સરકારની સામે વિરોધ પ્રદર્શનનો એક કાર્યક્રમ યોજ્યો હતો.

મહિલા કોંગ્રેસની બહેનોએ આક્ષેપ કર્યા હતા કે મોંઘવારી નાથવામાં કેન્દ્રની મોદી સરકાર તદ્દન નિષ્ફળ નીવડી છે, અને રોજબરોજ રાંધણગેસ સહિતની વસ્તુઓમાં ભાવ વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે વધુ એકવાર ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા ૫૦ નો વધારો થયો છે, જેને લઈ આજે મહિલા કોંગ્રેસ દ્વારા શહેરના પાંચબતી વિસ્તારમાં ગોબરના છાણા અને લાકડા લઇ અનોખી રીતે મોંઘવારીનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, મહિલા કોંગ્રેસની બહેનોએ પાંચબત્તી સર્કલ ખાતે ભેગી થઇ કેન્દ્ર સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. જે બાદ પોલીસે વિરોધ કરી રહેલ તમામ મહિલા કાર્યકરોની અટકાયત કરી હતી.

હારુન પટેલ : ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લાના વાલીયા તાલુકાના વાલીયાથી આશરે સાત કિલોમીટરનાં અંતરે આવેલા તુણા ગામ જે ડહેલીથી સોડગામ જવાના રસ્તા વચ્ચે આવતુ ગામ છે તુણા ગામના પાદર ઉપર વહેતી પૂર્વવાહિની લોકમાતા કીમાવતી ( કીમલી ) નદીના કાંઠે આવેલ સ્વંયભુ અઘોરેશ્વર મહાદેવનું પ્રાચીન મંદીર સમગ્ર ભરૂચ જીલ્લામાં અને વાલિયા તાલુકામાં શ્રધ્ધા અને ભક્તિનું કેંદ્ર બન્યું છે.

ProudOfGujarat

નડિયાદ : નરસંડા ચોકડી નજીક ડિવાઇડર સાથે અથડાતા મહિલાનું મોત.

ProudOfGujarat

યુક્રેનથી ભરૂચના સાત વિદ્યાર્થીઓ પરત આવતા મહાનુભાવોએ કર્યું સ્વાગત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!