Proud of Gujarat
FeaturedGujaratHealth

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા સચાણા ગામમાં પપેટ શો દ્વારા ડેન્ગ્યુ અંગે જનજાગૃતિ કરાઇ.

Share

ન્યુઝ.વિરમગામ
તસવીર- વંદના નીલકંઠ વાસુકિયા

અમદાવાદ જિલ્લા મેલેરીયા શાખા અને તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામના સંયુક્ત ઉપક્રમે પ્રા.આ.કેન્દ્ર કરકથલના સચાણા ગામમાં પપેટ શો દ્વારા ડેન્ગ્યુ અંગે જનજાગૃતિ કરવામાં આવી હતી. જીલ્લા મેલીરીયા અધિકારી ડો.નરેન્દ્રસિંહ રાઠોડ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાના માર્ગદર્શન મુજબ સચાણા ગામમાં ડેન્ગ્યુ વિરોધી જુલાઇ માસની ઉજવણી કરવામાં આવી હતી અને લોકોને પપેટ શોના માધ્યમથી ડેન્ગ્યુથી બચવાના ઉપાયો સમજાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા સુપરવાઇઝર કે.એમ. મકવાણા, નીલકંઠ વાસુકિયા, ગૌરીબહેન મકવાણા, હસમુખ મકવાણા સહિત આશા બહેનોએ જહેમત ઉઠાવી હતી.

Advertisement

તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, ડેન્ગ્યુ ‘એડીસ ઇજિપ્તી’ નામના મચ્છર કરડવાથી થાય છે. વરસાદના કારણે ખાડા, ખાબોચિયાં, ખાલી ડબલાં, નકામાં ટાયરો, ઘરગથ્થુ વપરાસમાં લેવામાં આવતા ખુલ્લા વાસણો, કુલર વગેરે જગ્યામાં ભરાયેલા પાણીમાં આ મચ્છર જન્મે છે. આ મચ્છરની ખાસિયત એ છે કે, તે ચોખ્ખા પાણીમાં પેદા થાય છે અને તે કરડવાથી જેની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેને તુર્ત જ લાગુ પડી જાય છે. આ મચ્છર (એડીસ, ઇજિપ્તી) કાળા રંગના હોય છે, જેની ઉપર સફેદ પટ્ટી હોય છે, તે લગભગ 5 એમ. એમ સાઈઝના હોય છે. આ મચ્છર રાત્રે નહિ પરંતુ દિવસે કરડે છે. ડેન્ગ્યુનો તાવ લગભગ ચારથી છ દિવસ રહે છે.

વિરમગામ તાલુકા સુપરવાઇઝર કે.એમ મકવાણાએ જણાવ્યુ હતુ કે, સખત તાવ આવવાની સાથે આંખના ડોળાની પાછળ દુખાવો થાય કે હાથ અને ચહેરા પર ચકામા પડે, નાક, મોં તેમજ પેઢામાંથી લોહી પડે તો ડેન્ગ્યુ હોઇ શકે છે. ડેન્ગ્યુ જેવા કોઇ પણ લક્ષણ જોવા મળે તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો જોઇએ.


Share

Related posts

ગોધરા : ફીટ ઇન્ડીયા મોમેન્ટ અંતર્ગત ૧૦ કિમી દોડનું આયોજન.

ProudOfGujarat

અંકલેશ્વર : નગરપાલિકા પ્રમુખ વિનય વસાવાએ શાક માર્કેટની બહારની ગંદકી જાતે ઊભા રહી સાફ કરાવી.

ProudOfGujarat

નડિયાદમાં સંત કવરરામ સાહેબની ૮૩ મી વર્ષી મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!