Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ: ઝઘડિયા તાલુકાના દઢેરા ગામે એક અજાણી યુવતીનો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના દઢેરા ગામના ખેતરની સીમમાંથી એક અજાણી યુવતીનો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર ભરૂચ પંથક તેમજ દઢેરા ગામમાં ચકચાર મચી જવા પામી છે.ઘટનાની જાણ થતા ઝઘડિયા પોલીસે ઘટના સ્થળે પોહચી વધુ તપાસ હાથ ધરી છે.આ મૃતદેહ કોનો છે ? આ યુવતી કોણ છે ? તેમજ યુવતીના પરિવારજનોની શોધખોળ પોલીસે આરંભી છે.ક્યાં કારણોસર આ યુવતીનું મોત થયું હશે અથવા તો આ હત્યાનો મામલો છે કે આત્મહત્યાનો જેવા સવાલોને લઈને લોકોમાં શંકા-કુશંકાના વાદળો ઘેરાયા છે.હાલ તો ઝઘડિયા પોલીસ સમગ્ર બનાવની તપાસ કરી રહી છે.

Advertisement


Share

Related posts

સુરત : ડીંડોલીમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં નર્સ સાથે ગેરવર્તન કરનાર ત્રણ ઇસમો ઝડપાયા

ProudOfGujarat

ઇખરમાં હજરત ગેબનશા બાવા ર.અ.ના ઉર્સની શાનદાર ઉજવણી…

ProudOfGujarat

લીંબડી તાલુકા પંચાયત કચેરીના મીટીંગ હોલ ખાતે જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો તાલુકાકક્ષાનો વર્કશોપ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!