Proud of Gujarat
FeaturedGujarat

ઓલપાડના તેના ગામે ૧૫ દિવસમાં ૧૨ થી વધુ પશુઓના મોત થતા સરકારી તંત્ર હરકતમાં 

Share

દિનેશભાઇ અડવાણી

  ગામના સરપંચની રજુઆતના પગલે પશુ ચિકિત્સક ટીમ ઘટના સ્થળે પહોંચતા ભેંસોને હડકાયેલું શ્વાન કરડવાથી મોત થયાનું પ્રાથમિક તારણ)   ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના તેના ગામે છેલ્લા ૧૫ દિવસમાં ૧૨ થી વધુ પશુઓના મોત થતા પશુપાલકોને લાખો રૂપિયાનું નુકશાન થવા પામ્યું છે.જેના પગલે પશુપાલકોમાં ચિંતાના વાદળો ફેલાતા સુરત જિલ્લા પશુપાલન નિયામકે તાલુકા પશુ ચિકિત્સક ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

Advertisement

          માહિતી મુજબ  તાલુકાના દરિયાઇ પટ્ટીના તેના ગામના મોટાભાગના લોકો પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી તેઓનું જીવન પશુઓ ઉપર નિર્ભર છે.ગામના પશુપાલકો પાસેથી મળેલ પ્રાપ્ત માહિતી અનુસાર ગામમાં છેલ્લા ૧૫ દિવસથી ૧૨ થી વધુ ભેંસો,પાડીયા અને ગાયના ટપોટપ મોત થતા પશુપાલકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.જ્યારે આજે તા-૨૩,મંગળવારે વધુ એક ભેંસનું મોત થતા આ મામલે પશુપાલકોએ ગામના સરપંચ જયેશ પટેલ સાથે પશુ ચિકિત્સકને જાણ કરી હતી.જેના પગલે સુરત જિલ્લા પશુપાલન નિયામકે ઓલપાડ તાલુકા પશુ ચિકિત્સક હરીત ભટ્ટની ટીમ સાથે તેના ગામની મુલાકાત લીધી હતી.જ્યાં પશુ ચિકિત્સક ટીમે મૃતક ભેંસનું નિરીક્ષણ કરી અન્ય પશુઓના મોત બાબતે પશુપાલકો પાસેથી માહિતી એકત્ર કરી હતી.જ્યારે ગામના કેટલાક પશુપાલકોઓ જણાવ્યું કે છેલ્લા ઘણા દિવસોથી ગામમાં એક હડકાયેલું શ્વાન પણ રખડી રહ્યું છે.જેના આધારે પશુચિકિત્સક ટીમે મૃતક ભેંસનું નિરીક્ષણ કરતા ભેંસને શ્વાન કરડી ગયેલ હોવાના નિશાનો માલુમ પડ્યા હતા.જેથી પશુચિકિત્સિક ટીમે હાલ તો આ પશુઓના મોત હડકાયેલું શ્વાન કરડવાથી થયું હોવાનું પ્રાથમિક તારણ કાઢી વધુ તપાસ હાથ ધરી છે.જ્યારે ભોગ બનનાર ગામના પશુપાલકો તેઓને સરકાર તરફથી સહાય મળે તેવી મીટ માંડી આશા સેવી રહ્યા છે. 


Share

Related posts

ર૮મી એચ.આર મીટમાં ગુગલ પ્રોજેકટ ઓકસીજન પર આશિષ દેસાઇનું વ્યકતવ્ય યોજાઇ ગયું.

ProudOfGujarat

નડિયાદ : ટીકીટ કેન્સલ કરાવવાના બહાને ગઠિયાએ ચાલાકીથી એપ્લીકેશન ઇન્સ્ટોલ કરાવીને રૂપિયા ઉપાડી લીધા

ProudOfGujarat

કોંગ્રેસનાં દિગ્ગજ નેતા સ્વ.અહેમદ પટેલની પુત્રીનું ચૂંટણીલક્ષી નિવેદન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!