Proud of Gujarat
FeaturedGujarat

સલામત સવારી એસ.ટી હમારી સુત્રના ધજાગરા ઊડ્યા.ચાલુ બસે બ્રેક ફેઇલ થતા ઉભેલી ટ્રકમાં એસ.ટી બસ ધડાકાભેર અથડાતા 20 લોકોને ઈજા પહોંચી…

Share

ઇરફાન પટેલ આમોદ
28/07/19

મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આમોદ અને સમની વચ્ચે આશરે સવારના 11 વાગ્યાના સમયે ગોજારો અકસ્માત સર્જાયો હતો.વડોદરા થી નીકડેલ ટ્રક ભરૂચ તરફ જઈ રહી હતી આમોદ પાસે આવેલ નાહીયેર ગામના પાસે ટ્રક ડ્રાઈવર ને ટ્રકમાં ખામી સર્જાતા તેણે ટ્રકને આમોદ અને સમની વચ્ચે રોડની સાઇડ માં ઉભી કરી દીધી હતી.ભરૂચ ડેપોની એસ.ટી.બસ વડોદરા થી પાદરા,જંબુસર વાયા થઈ ભરૂચ જઈ રહી હતી તે સમયે બસની બ્રેક ફેઈલ થઈ જતા ઉભેલી ટ્રકમાં બસ ધડાકાભેર અથડાઈ હતી બસમાં 48 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા જેમાંથી 20 લોકોને ઇજા પહોંચી હતી પોલીસને જાણ કરતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ઇજા ગ્રસ્તો ને એમ્બ્યુલન્સ દ્વારા તેમજ પાછળ આવતી બીજી બસમાં બેસાડી આમોદ ખાતે રેફર કરી વધુ સારવાર માટે ભરૂચ સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Advertisement


Share

Related posts

ગુજરાતનું મોઢેરા બનશે ભારતનું સર્વપ્રથમ સોલાર પાવર્ડ વિલેજ.

ProudOfGujarat

અંકલેશ્વરના ઉછાલી ગામે નર્મદા કુટિરના મહારાજની હત્યાનો ભેદ ઉકેલાયો, જુઓ શું હતું કારણ.

ProudOfGujarat

ઝધડીયા 108 એમ્બ્યુલન્સનાં સ્ટાફ દ્વારા દરિયા ગામની મહિલાને એમ્બ્યુલન્સમાં લઇ જતા રસ્તામાં જ સફળ પ્રસુતિ કરાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!