Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વરના અલગ અલગ વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ બુટલેગરોને ઝડપી પાડયા

Share

ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વરના અલગ અલગ વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ બુટલેગરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

પ્રાપ્ત માહિતી ભરૂચ એલ.સી.બી.પોલીસ અંકલેશ્વર શહેરમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે રાજપીપળા ચોકડી પાસેની સદાનંદ હોટલ પાસેથી બાઈક પર વિદેશી દારૂ પસાર થવાનો છે જેવી બાતમીના આધારે વોચ ગોઠવી બાતમી વાળી બાઈક આવતા તેને અટકાવી બાઈક પર સવાર ત્રણ યુવાનોની તપાસી લેતા તેઓ પાસેથી વિવિધ વિદેશી દારૂની ૧૨ નંગ બોટલ અને પલ્સર બાઈક તેમજ બે ફોન મળી કુલ ૩૦ હજારથી વધુના મુદ્દામાલ સાથે મીરાનગરની ગોપીનાથ સોસાયટીમાં રહેતા રાજુ મોહનભાઈ રબારી,સોહન જોધારાય રબારી ઝડપી પાડ્યા હતા જયારે અન્ય કોસંબાના તરસાડીનો બુટલેગર અલ્પેશ ફરાર થઇ ગયો હતો તો અંકલેશ્વરના સારંગપુર ગામના આંબલી ફળિયામાં રહેતો ધર્મેશ ઉર્ફે ધમો અંબુભાઈ પટેલ વિદેશી દારૂનો વેપલો કરે છે જેવી બાતમીના આધારે અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસે દરોડો પાડી સ્થળ પરથી વિદેશી દારૂની ૨૦ નંગ બોટલ મળી કુલ ત્રણ હજારનાં મુદ્દામાલ સાથે બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Advertisement

Share

Related posts

સિંચાઈ આયોજન બાબતે મહી સિંચાઈ વર્તુળ નડીઆદ ખાતે સિંચાઈ સમિતિની બેઠક યોજાઈ.

ProudOfGujarat

સુરેન્દ્રનગર જિલ્લાના ૨૯૭૮ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને હોમગાર્ડઝના જવાનોએ પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન.

ProudOfGujarat

ગોધરા પાલિકા સંચાલિત શાકમાર્કેટ શરૂ કરવાની લોકમાંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!