Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

છ શકુનીઓને જુગાર રમતા ઝડપી પાડતી ભરૂચ બી ડીવીઝન પોલીસ

Share

છ શકુનીઓને જુગાર રમતા ઝડપી પાડતી ભરૂચ બી ડીવીઝન પોલીસ

આજરોજ ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા ના આદેશ અનુસાર ભરૂચ બી ડિવિઝન પીઆઈ જી આર શર્મા ની સુચના મુજબ દારૂ અને જુગાર ની બદી ને અટકાવવા માટે સ્ટાફના માણસો વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમયે બાતમીદાર પાસેથી બાતમી મળી હતી કે નાના નાગોરી વાડ માં રહેતો ઇકબાલ અબ્દુલ રહેમાન ગીરા પોતાના મકાનમાં આર્થિક લાભ લેવા સારૂ કેટલાક ઈસમો ને ભેગા કરી પત્તાપાનાનો પૈસા વડે જુગાર રમી રમાડી રહ્યો હોવાની બાતમી મળી હતી બાતમીના આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ જી આર શર્માએ સ્થળ પર સ્ટાફ સાથે રેડ કરતા છ જેટલા ઈસમોને જુગાર રમતા પકડી પાડયા હતા.જેમાં ઇકબાલ અબ્દુલ રહેમાન ગીરા,ઉવેશ સઈદ ઇસ્માઇલ નાગોરી,મહેમુદ ઇશાક એહમદ નાગોરી,ઇન્ટેકાબ આલમ નાગોરી,શબ્બીર મોહમ્મદ ઈબ્રાહીમ ગીરા,અલ્લાહરખા ગુલામ ઈશાક દંતી તમામ રહે નાના નાગોરીવાડ નાવો જુગાર રમતા પકડાઈ ગયા હતા પોલીસે આરોપીઓ ના દાવ પરના 13500 તથા અંગ જડતી કરતા રોકડા રૂપિયા14250 અને ત્રણ મોબાઇલ જેની કિંમત 3000 કુલ મળી 30750 નો મુદામાલ કબ્જે કરી જુગાર ધારા 4,5 મુજબનો ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી કરી હતી વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે

Advertisement

Share

Related posts

અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ બ્લેક પિંક અને કાઈલી જેનરની મમ્મીને પછાડી, ઈન્સ્ટાગ્રામ પર 47.5 મિલિયન ફોલોઅર્સ.

ProudOfGujarat

બ્રેઇન ટ્યુમરની પીડાતી 11 વર્ષની બાળાએ અમદાવાદમાં એક દિવસીય કલેક્ટરની ગાદી સંભાળી

ProudOfGujarat

कर हर मैदान फतेह’ में देखिए संजय दत्त की बहन प्रिया दत्त की झलक!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!