Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ – નેત્રંગ ખાતે વાર્ષિકોત્સવ અને ઈનામ વિતરણ સમારોહ યોજાયો

Share

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ – નેત્રંગ ખાતે વાર્ષિકોત્સવ અને ઈનામ વિતરણ સમારોહ યોજાયો.

ભરૂચ જિલ્લાના નેત્રંગ અંકલેશ્વર રોડ પર આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે શૈક્ષણિક વર્ષ : ૨૦૨૩-૨૦૨૪નો વાર્ષિકોત્સવ અને ઈનામ વિતરણ સમારોહ “વિકસિત ભારત – ૨૦૪૭” થીમ પર યોજાયો હતો.

Advertisement

આ કાર્યક્રમ સવારે ૧૦ કલાકે કોલેજ પરિસરમાં સમારોહના અધ્યક્ષ અને ઉદઘાટક ડૉ. પ્રવિણ જે. પટેલ, પૂર્વ કુલપતિ સરદાર પટેલ યનિવર્સિટી – વલ્લભ વિદ્યાનગર ના હસ્તે સમારોહને ખુલ્લો મુકવામાં આવ્યો હોય. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય કરી અને પ્રાથના બાદ કોલેજ ના આચાર્ય ડૉ. જી.આર.પરમાર દ્વારા ઉપસ્થિત સૌ મહેમાનોનુ શાબ્દિક સ્વાગત કર્યું હતું.

સાથે જ શૈક્ષણિક વર્ષ : ૨૦૨૩-૨૦૨૪માં શૈક્ષણિક ક્ષેત્રે તેમજ કોલેજની વિવિધ પ્રવૃતિઓ જેવી કે, સપ્ત ધારાની વિવિધ પ્રવૃતિઓ, રમત ગમત, એન.એસ.એસ. અને વર્ષ દરમિયાન થતી વિવિધ પ્રવૃતિઓ માં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર દરેક વિદ્યાર્થીઓનું ટ્રોફી, મેડલ & પ્રમાણપત્રથી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ડૉ.અશોક દેસાઇ – પૂર્વ ડીન, કોમર્સ ફેકલ્ટી VNSGU સુરત, ડૉ. સૂર્યસિંગ એ.વસાવા – આચાર્ય સરકારી વિજ્ઞાન કોલેજ કિલ્લા પારડી વલસાડ, પૂજ્ય બી.કે. નીમા દીદી – બ્રહ્માકુમારી કેન્દ્ર અંકલેશ્વર, હેમંતભાઈ વસાવા – આચાર્ય આદર્શ નિવાસી કુમાર શાળા નેત્રંગ, રતનભાઈ વસાવા, આચાર્ય શ્રીમતી એમ.એમ.ભક્ત હાઇસ્કુલ નેત્રંગ, હસમુખભાઈ પટેલ કોલેજ જમીન દાતા ઉપસ્થિત રહી આં સમારોહને સફળ બનાવ્યો હતો.


Share

Related posts

વાલિયા ગામના ગણેશનગરમાં વીજ થાંભલો નમી પડતા સ્થાનિક રહીશો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે

ProudOfGujarat

હાલોલ તાલુકાનાં અરાદ ગામે આત્મા પ્રોજેકટ કચેરી દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનાં ઉત્પાદનનાં વેચાણ માટે સ્ટોલ ઉભા કરાયાં.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાનું ૧૬૮.૪૭ કરોડનું બજેટ મંજૂર, ૧૨.૬૪ કરોડ પુરાંતવાળુ બજેટ રજુ કરાયુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!