Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નગરપાલિકાનું ૧૬૮.૪૭ કરોડનું બજેટ મંજૂર, ૧૨.૬૪ કરોડ પુરાંતવાળુ બજેટ રજુ કરાયુ

Share

ભરૂચ નગરપાલીકાની સામાન્ય સભામાં એજન્ડા પર કુલ ૮ કાર્યો મુકવામાં આવ્યા હતા. આજરોજ સત્તાધારી ભારતીય જનતા પાર્ટી દ્વારા વર્ષ ૨૦૨3-૨૪ નુ બજેટ 168.47 કરોડનું રજુ કરાતા બજેટ ૧૨.૬૪ કરોડનું પુરાંતવાળુ બજેટ હતુ જેને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતુ. આ સાથે ભરૂચ નગરપાલિકાની આજની સામાન્ય સભામાં નિલકંઠનગર પ્રાથમિક મિશ્રશાળા જે બંધ હાલતમાં છે તે મકાન જર્જરીત થઈ ગયું હોય તેને ઉતારી લેવા અંગે ચર્ચા કરવામાં આવી હતી અને ઉતારી લેવા માટે કાર્યવાહી કરવા મંજુરી આપવામાં આવી હતી.

ભરૂચ નગરપાલિકાનું સામાન્ય બજેટના દરેક મુદ્દામાં વિરોધ પક્ષે વિવિધ મુદ્દાઓ ઉઠાવ્યા હતા જેમ કે વિરોધપક્ષના નેતા સમશાદઅલી સૈયદે જણાવ્યુ હતુ કે, રંગઉપવનના નવિનીકરણ અંગે વારંવાર બજેટમાં નાણાં ફાળવવામાં આવે છે પરંતુ રંગ ઉપવનનો વિકાસ થતો નથી તેવી જ રીતે શાળાઓના નવીનીકરણ અંગે બજેટમાં કરવામાં આવેલ ફાળવણી અંગે પણ ખુબ ઉગ્ર વાતાવરણમાં ચર્ચા થઈ હતી. જેમાં વિરોધપક્ષ દ્વારા સ્કુલોની બિસ્માર હાલત અંગે રજુઆત કરવામાં આવી હતી. શાળાના મકાનોનું વખતોવખત ચેકીગ થાય તે માટે સમિતિના ગઠનની રજુઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત આજની સામાન્ય સભામાં ભરૂચ નગરપાલિકાનું દેવુ હાલમા કેટલું છે તે અંગે વિરોધ પક્ષ દ્વારા વારંવાર પુરક પ્રશ્નો પુછવામાં આવ્યા હતા. એટલુ જ નહી પરંતુ મહેકમ ઘટ હોવા છતાં અને આઉટસોર્સિંગ કર્મચારીઓ દ્વારા કામ કરાતુ હોવા છતાં નગરપાલિકાને નાણાંકીય ખેંચ કેમ પડે છે તે અંગે પણ ચર્ચા થઈ હતી. સૌથી વધુ ટપાટપી જયારે વેકયુમ ક્લીનરની ચર્ચા થઈ રહી હતી ત્યારે થઈ હતી જેમાં વિરોધપક્ષના હેમેન્દ્ર કોઠીવાલાએ જણાવ્યુ હતુ કે, ઘણીવાર નગરપાલિકાના તંત્ર દ્વારા કોઈ વેક્યુમ ક્લીનરની માંગણી કરે ત્યારે હાલમાં અમારી પાસે મશીન નથી તેમ જણાવી ખાનગી વેક્યુમ ક્લીનર પાસે કરાવી લો એમ જણાવાયું છે તેમ કહેતા જ શાસકપક્ષના પ્રમુખ અમિત ચાવડા તેમજ હેમેન્દ્ર પ્રજાપતિ એ જે તે કર્મચારીઓનું નામ માંગ્યુ હતુ ત્યારે સભાનું વાતાવરણ ગરમાયું હતું.

આ ઉપરાંત ભરૂચ નગરમાં આકાર પામેલ વિવિધ રાજીવ આવાસ યોજનામાં લોકો રહેવા કેમ જતા નથી તે અંગેની પણ ચર્ચા ખૂબ ઉગ્ર વાતાવરણમાં થઇ હતી. આ યોજનામાં ૬૩ જેટલા સ્લમ વિસ્તારના રહેતા લોકોને આવાસમાં રહેઠાણ આપવાની યોજના હતી પરંતુ મકાનો બંધાય ગયા હોવા છતાં અને કોન્ટ્રાકટરોને નાણાં ચુકવાઈ ગયા હોવા છતાં લાભાર્થીઓ રહેવા ગયા નથી જે અંગે વિરોધપક્ષ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા. ચર્ચા દરમ્યાન નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, ઉપપ્રમુખ નિનાબા યાદવ, શાસક પક્ષના નેતા રાજશેખર તેમજ ધનજી ગોહિલે પશ્નોના જવાબ આપ્યા હતા. કારોબારી અધ્યક્ષ નરેશ સુધારવાલાએ ત્રિમાસિક હિસાબથી માંડીને હિસાબકીય તમામ માહિતી આપી હતી. સભામા જણાવાયુ હતુ કે સફાઈ ક્ષેત્રે હજુ ઘણું કરવાનું બાકી રહે છે તેમાં વિરોધપક્ષના સલીમ અમદાવાદીએ એવો પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતી કે જેટલો ખર્ચ સફાઈ અંગે કરવામાં આવે છે તેટલુ વળતર મળતુ નથી તેથી સફાઈ અંગેના ખર્ચમાં કપાત કરી વધુમાં વધુ કામ લેવા અંગે ટકોર કરી હતી. જેમાં શાસકપક્ષના સભ્યોએ પણ સહમતિ દર્શાવી હતી એટલું જ નહી પરંતુ આ મુદ્દે સમિતિની રચના કરવા પણ તૈપારી બતાવી હતી. નગરપાલિકાની સામાન્ય સભા દર વખતે અડધો કે ૧ કલાક ચાલતી હોય છે પરંતુ બજેટની આ સામાન્ય સભા ત્રણ કલાક ચાલી હતી અને ખાસ કરીને એજન્ડા પરના માત્ર આઠ કાર્યો હોવા છતાં આજની આ સામાન્ય સભા ત્રણ કલાક સુધી ચાલી હતી.

Advertisement

આજની સામાન્ય સભામાં પાણી વેરો, સફાઈ વેરા અને લાઈટ વેરામાં વધારાની દરખાસ્ત મુકાઈ હતી જે અંગે વિરોધપક્ષે વિરોધ કર્યો હતો. શાસકપક્ષ દ્વારા સફાઈ વેરામાં ૫ ટકા લાઈટ વેરામાં ૫ ટકાનો વધારો સુચવ્યો હતો જયારે પાણી વેરો રૂ.990 છે તે રૂ.1500 સુધી વધારવાની દરખાસ્ત કરવામાં આવી હતી જે અંગે પાણી સમિતિના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ જણાવ્યુ હતું કે, હાલમાં માત્ર ગુજરાતમા ભરૂચ નગરપાલિકા દ્વારા જ બે ટાઈમ પાણી આપવામાં આવે છે તેમજ ભરૂચ નગરને પાણી પુરૂ પાડવા માટે જંગી ખર્ચ કરવો પડે છે તેથી વેરો વધારવો જરૂરી થઈ પડયો છે. જોકે વિરોધ પક્ષના નેતા સમશાદ અલી સૈયદ તેમજ અન્યોએ વેરા વધારવાની દરખાસ્તનો વિરોધ કર્યો હતો.


Share

Related posts

અંકલેશ્વર : શ્રીમતી કુસુમબેન કડકીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સ્વ. અહેમદભાઈ પટેલને શ્રદ્ધાંજલી અર્પણ કાર્યક્ર્મ યોજાયો.

ProudOfGujarat

લોકડાઉનના સંકટ દરમિયાન પંચમહાલમાં અટવાઈ ગયેલા પરપ્રાંતીય શ્રમિકોને મહેમાનો જેવી સુવિધા સાથે કુલ 143 લોકોને શેલ્ટર હોમમાં રહેવા-જમવા સાથેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ.

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ઓડિશામાં રેલ અકસ્માતના અસરગ્રસ્તોને મદદ માટે આગળ આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!