Proud of Gujarat
FeaturedGujaratINDIA

લોકડાઉનના સંકટ દરમિયાન પંચમહાલમાં અટવાઈ ગયેલા પરપ્રાંતીય શ્રમિકોને મહેમાનો જેવી સુવિધા સાથે કુલ 143 લોકોને શેલ્ટર હોમમાં રહેવા-જમવા સાથેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ.

Share

કોરોના સંક્રમણને કાબૂમાં રાખવાના હેતુથી દેશભરમાં લાગુ પડાયેલ લોક ડાઉન અંતર્ગત અવર-જવર પર નિયંત્રણો નાંખવામાં આવ્યા છે. આ નિયંત્રણો અંતર્ગત જિલ્લા અને રાજ્યોની સરહદો હાલમાં સીલ છે તેમજ પરપ્રાંતીય શ્રમિકો તેમજ મજદૂરોને હાલ રાજ્ય છોડીને જવાની મનાઈ છે ત્યારે લોક ડાઉન દરમિયાન પોતાના ગૃહ રાજ્ય જવા નીકળેલા અને ટ્રાન્સપોર્ટ સહિતની સુવિધાઓ બંધ હોવાથી પંચમહાલ સુધી આવી અટવાઈ ગયેલા પરપ્રાંતીય શ્રમિકોની વ્હારે પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર આવ્યું છે. લોકડાઉન દરમિયાન બસ, ટ્રેન સહિતના સાધનો બંધ હોવાથી ગરીબ શ્રમિક વર્ગ પરેશાન ન થાય, તેમજ કોઈ પણ શ્રમિક ભૂખ્યો ન સુવે એવી સંવેદનશીલતા સાથે રાજ્ય સરકારે વિવિધ નગરો અને શહેરોમાં હંગામી શેલ્ટર હોમ ઊભા કરી તેમના માટે રહેવા અને ભોજનની તમામ વ્યવસ્થા કરી છે.

તે અંતર્ગત તંત્રે પંચમહાલ જિલ્લામાં પણ કલેક્ટરશ્રી અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ સુચારૂ આયોજન કરી કુલ 5 સ્થળે આવા શેલ્ટર હોમ્સ (આશ્રયસ્થાનો) ઉભા કરવામાં આવ્યા છે. હાલોલ પ્રતાપપુરાની મોડેલ સ્કૂલ, ગોધરા ચંચેલાવ ખાતેની આંબેડકર આશ્રમશાળા, ગોધરાના સાંકળી ખાતેની કે.જી. પરમાર હાઈસ્કૂલ, પરવડી ખાતેની જય જલારામ હાઈ સ્કૂલ તેમજ સંતરોડ ખાતેની કેન્દ્રવર્તી પ્રાથમિક શાળા ખાતે એમ કુલ મળી 5 આશ્રયસ્થાનો ઉભા કરવામાં આવ્યા છે. હાલમાં આ પૈકી કે.જી. પરમાર હાઈસ્કૂલ ખાતે 90 અને સંતરોડ ખાતે 53 જેટલા પરપ્રાંતીયોને આશ્રય આપવામાં આવ્યો છે. કે.જી. પરમાર હાઈસ્કૂલ ખાતે ગોધરા ગ્રામ્યના મામલતદાર બી.વી. પરમારના માર્ગદર્શન હેઠળ 20 થી વધુ શિક્ષકોને આ શ્રમિકોની દેખભાળ રાખવાં માટે તેનાત કરવામાં આવ્યા છે. કે.જી.પરમાર હાઈસ્કૂલ ખાતેના આ શેલ્ટરહોમમાં કુલ 90 જેટલા પરપ્રાંતીયો માટે ગાદલા, ઓશીકા, ચાદર, ટુવાલ, બ્રશ-ટુથપેસ્ટ, સેનિટાઇઝેશન, સાબુ સહિત સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે રહેવાની વ્યવસ્થા, બે સમયનું ભોજન અને ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. માં કૃપા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દાતાઓની સાથે સંકલન સાધીને આ આશ્રિતો માટે ચા-નાસ્તા અને ભોજનની સુવિધા ઉપલબ્ધ કરાવે છે. તે પહેલા મેડિકલ ટીમ દ્વારા આ તમામ લોકોની કોરોનાના સંભવિત સંક્રમણને લગતી આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, મનોચિકિત્સકો દ્વારા આ તમામ લોકોનું કાઉન્સિલીંગ પણ કરવામાં આવ્યું છે. આશ્રિતોને કોરોના વિશેની સમજ આપી તેનાથી બચવા માટે રાખવી જોઈતી સાવધાનીઓ વિશે સમજૂતિ આપવામાં આવી છે. કોરોનાનો ભય હજી સમાપ્ત થયો ન હોવાથી એકબીજા સાથે સલામત અંતર જાળવી રાખીને વાત-ચીત કરવાથી કંટાળે તો તેમના માટે ટી.વી.ની પણ વ્યવસ્થા છે. જેના પર તેઓ રામાયણ, મહાભારત જેવા ધાર્મિક પ્રસારણો જુએ છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ત્રણ ગુજરાતીઓનો એશિયા પેસિફિક માસ્ટર્સ ગેમ્સમાં ડંકો, જીત્યા 4 ગોલ્ડ સહિત 8 મેડલ..

ProudOfGujarat

અમદાવાદમાં રખડતા ઢોર પકડવાનો કાયદો રદ કરવા માલધારી સમાજે રેલી યોજી.

ProudOfGujarat

પી.એમ મોદીએ કુનો નેશનલ પાર્કમાં છોડયા ચિત્તા, 74 વર્ષ પછી જોવા મળશે ચિત્તાની રફ્તાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!