Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં ૨૩૬ દિવસ બાદ કોરોનાથી 81 વર્ષીય વૃદ્ધનું મોત નીપજયું

Share

આજરોજ ભરૂચ પંથકમાં એક 81 વર્ષીય વૃદ્ધનું કોરોનાના કારણે ખાનગી હોસ્પિટલમાં મોત નિપજયું હતું. રાજ્યમાં છેલ્લા 11 દિવસમાં કોરોનાના કારણે બીજું મોત નોંધાયું છે. ભરૂચના ઝઘડિયા તાલુકાના 81 વર્ષીય વૃદ્ધ કોરોના પોઝિટિવ થયા બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. મૃતકે કોરોનાની રસીના બંન્ને ડોઝ લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. ભરૂચમાં કોરોના પોઝિટીવ મૃતકોની અંતિમ વિધી કરતા સામાજીક કાર્યકર ધર્મેશ સોલંકીના જણાવ્યા મુજબ ૨૩૬ દિવસ બાદ ભરૂચ નજીક નર્મદા નદીના કિનારે આવેલ અલાયદા કોરોના સ્મશાનમા અંતિમ વિધી કરવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, અત્યાર સુધી ભરૂચ જિલ્લામાં કુલ ૨૫૭૮ વ્યક્તિઓના કોરોનાથી મૃત્યુ થયા છે. ભરૂચ જિલ્લામાં હાલ કોરોના પોઝિટીવ 6 જેટલા દર્દીઓ ઓ હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

Share

Related posts

રાજપીપળામાં દેશભક્તિની થીમ આધારિત રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

VNSGUમાં ‘મિશન એમ્પ્લોયમેન્ટ-૨૦૨૬’ અંતર્ગત ભવ્ય પ્લેસમેન્ટ ફેર કેમ્પ યોજાયો

ProudOfGujarat

ઉમરપાડા ખાતે સરકારી આર્ટસ કોલેજ ખાતે કોમર્સ અને સાયન્સ વિભાગનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!