Proud of Gujarat
EducationGujaratINDIA

વિરમગામની ઇન્ડિયન પબ્લીક સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા સફાઇ અભિયાન હાથ ધરાયુ

Share

અમદાવાદ જીલ્લાના ગ્રામ્ય વિસ્તાર વિરમગામની જાણીતી શૈક્ષણીક સંસ્થા ઇન્ડીયન પબ્લીક સ્કુલ (આઇ.પી.એસ) દ્વારા બુધવારે સફાઇ અભિયાન હાધ ધરવામાં આવ્યુ હતુ. ઇન્ડીયન પબ્લીક સ્કુલના ધોરણ ૬ થી ૯ ના વિદ્યાર્થીઓ દ્વારા વિરમગામ શહેરના પોપાટ ચોકડી વિસ્તારમાં આવેલ ગુરૂકૃપા સોસાયટીમાં સફાઇ કરવામાં આવી હતી અને ઘરે ઘરે જઇને ડસ્ટબીનમાં કચરો એકત્રીત કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા લોકોને યોગ્ય રીતે કચરાનો નિકાલ કરવા માટે પણ સમજ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા હાથમાં પ્લે કાર્ડ લઇને સ્વચ્છતા અભિયાન અંગેના સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ સફાઇ અભિયાનને સફળ બનાવવા માટે વિદ્યાર્થીઓ ઉપરાંત શાળાના શિક્ષકો, સંચાલક દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચનાં નેશનલ હાઇવે નંબર 48 ઉપર રાત્રિનાં સમયે ટ્રક અને આઇસર ટેમ્પો વચ્ચે અકસ્માત થતાં ટેમ્પો ચાલકને ભારે જહેમત બાદ બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ProudOfGujarat

ભરૂચમાં અપહરણ, લૂંટ અને મારામારી જેવી ઘટનાને અંજામ આપનારા બે આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર, બુટલેગરોની સંડોવણી અને પોલીસ તપાસમાં ઢીલાશ કેમ..?

ProudOfGujarat

સુરત પંથકમાં અસામાજિક તત્વો બેફામ બનતા લોકોમાં ભય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!