Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : ગુંજ સોશિયલ ગૃપના ગરબામાં પબજીના વેશમાં ખેલૈયાઓનું આર્કષણ

Share

મેઘરાજાના વિરામ બાદ નવલા નોરતાની રંગત સોળે કલાએ ખીલી ઉઠી છે ત્યારે અંકલેશ્વરના ગુંજ સોશિયલ ગૃપ દ્વારા આયોજીત ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ રંગત જમાવી રહયાં છે. ગુરૂવારની રાત્રીએ નિપુલ એન્ડ ગૃપના ખેલૈયાઓ પબજી ગેમના વિવિધ પાત્રોની વેશભુષા સાથે આવ્યાં હતાં.
સાંપ્રત સમયમાં યુવાવર્ગમાં પબજીની રમતનો ક્રેઝ જોવા મળી રહયો છે ત્યારે નવરાત્રીના તહેવારને પબજી ગેમ સાથે સાંકળવાનો પ્રયાસ અંકલેશ્વરના નિપુલ એન્ડ ગૃપ દ્વારા કરવામાં આવ્યો છે. વિવિધ ક્ષેત્રમાં અભ્યાસ કરતાં 14 વિદ્યાર્થીઓએ ગૃપની સ્થાપના કરી છે. નવરાત્રી આવવાના એક મહિના પહેલા તેઓ ગરબા મેદાનમાં છવાઇ જવા માટે અવનવા સ્ટેપ્સની પ્રેકટીસ શરૂ કરી દેતાં હોય છે. સવારે અભ્યાસમાં વ્યસ્ત રહેતા હોવાથી તેઓ રાતના 8 વાગ્યાથી પ્રેકટીસ શરૂ કરતાં હોય છે. વર્તમાન સમયમાં પબજી ગેમ ટ્રેન્ડીંગમાં ચાલી રહી હોવાથી તેમણે પબજી ગેમને ગરબા મેદાનમાં જીવંત કરવા માટેનો પ્રયાસ કર્યો હતો. ગુંજ સોશિયલ ગૃપના ગરબા મહોત્સવમાં પબજીના વિવિધ પાત્રોમાં સજજ થઇને આવેલા ખેલૈયાઓએ આર્કષણ જમાવ્યું હતું. પબજી ગેમ પર ભલે પ્રતિબંધ હોય પણ તેમણે સમાજના લોકોને એક સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો અને તેમનો આશય હતો કે રમતને પણ ગરબાના સ્ટેપ્સ થકી જીવંત કરી શકાય છે.

Advertisement

Share

Related posts

આણંદ જિલ્લાને શ્રેષ્ઠ બાળ સુરક્ષા એકમ તરીકે બીજા વર્ષે એવોર્ડ પ્રાપ્ત

ProudOfGujarat

ભરૂચ : નબીપુરના NRI પનોતા પુત્ર દ્વારા ગામમાં વિકાસના કાર્યો કરતાં ગ્રામ પંચાયત દ્વારા દાનવીરના પિતાનું કરાયું સન્માન.

ProudOfGujarat

રાજય સરકારના શિક્ષણ વિભાગે વિડિયો કોન્ફરન્સના માઘ્યમથી તૈયારી કરી વડાપ્રધાનએ લખેલા પુસ્તક પર ચર્ચાની

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!