Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : ગેરકાયદેસર કેમિકલ નિકાલ કરતા ઝડપાયેલ અંકલેશ્વર ની સહજાનંદ કેમિકલ ને ક્લોઝર અને ૫૦ લાખ ના દંડ સહિત ની થયેલ સખ્ત કાર્યવાહી

Share

ગત તારીખ ૦૩/૧૦/૨૦૧૯ ના રોજ અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલ સહજાનંદ કેમિકલ માંથી ગેરકાયદેસર રીતે ટેન્કર દ્વારા અમદાવાદ તરફ કેમિકલ નિકાલ ની પ્રવૃત્તિ થતી હતી જેની જાણકરી પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા ભરૂચ જી પી સી બી ના પ્રાદેશિક અધિકારી ને કરાતા પ્રાદેશિક અધિકારી શ્રી મોદી સાહેબ દ્વારા ટેન્કર ને નબીપુર પાસે ઝડપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બાબત ની માહિતી વડી કચેરી ને કરવામાં આવી હતી. જ્યાં આ બનાવ ની ગમ્ભીરતા ને ધ્યાને લઇ વડી કચેરી દ્વારા સહજાનંદ કેમિકલ ને તાત્કાલિક અસર થી ક્લોઝર તેમજ ૫૦ લાખ રૂપિયા નો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ બાબત ની પોલીસ ફરિયાદ પણ પ્રાદેશિક અધિકારી દ્વારા કરવામાં આવેલ છે જેની તપાસ પણ હાલ ચાલી રહેલ છે. આમ આ કાર્યવાહી થી ગેરકાયદેસર ના કેમિકલ નિકાલ ના કૃત્યો કરનારા માં ભય નો માહોલ સર્જાયો છૅ
 

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : લીંબડી ખાતે ગરીબોની ઝૂંપડપટ્ટીમાં ફુડ પેકેટ વિતરણ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં 70 માં જન્મદિવસની સાદગી રીતે ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ રેલ્વે સ્ટેશન નજીક પાલીથી હૈદરાબાદ જતી રણકપુર એકસપ્રેસ ટ્રેનમાંથી માતા અને પુત્રી ગુમ થઇ જતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી.

ProudOfGujarat

પંચમહાલમા ATM સેન્ટરોમાં નાણાંની અછત- ખાતાધારકો પરેશાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!