Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : ગેરકાયદેસર કેમિકલ નિકાલ કરતા ઝડપાયેલ અંકલેશ્વર ની સહજાનંદ કેમિકલ ને ક્લોઝર અને ૫૦ લાખ ના દંડ સહિત ની થયેલ સખ્ત કાર્યવાહી

Share

ગત તારીખ ૦૩/૧૦/૨૦૧૯ ના રોજ અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલ સહજાનંદ કેમિકલ માંથી ગેરકાયદેસર રીતે ટેન્કર દ્વારા અમદાવાદ તરફ કેમિકલ નિકાલ ની પ્રવૃત્તિ થતી હતી જેની જાણકરી પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા ભરૂચ જી પી સી બી ના પ્રાદેશિક અધિકારી ને કરાતા પ્રાદેશિક અધિકારી શ્રી મોદી સાહેબ દ્વારા ટેન્કર ને નબીપુર પાસે ઝડપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બાબત ની માહિતી વડી કચેરી ને કરવામાં આવી હતી. જ્યાં આ બનાવ ની ગમ્ભીરતા ને ધ્યાને લઇ વડી કચેરી દ્વારા સહજાનંદ કેમિકલ ને તાત્કાલિક અસર થી ક્લોઝર તેમજ ૫૦ લાખ રૂપિયા નો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ બાબત ની પોલીસ ફરિયાદ પણ પ્રાદેશિક અધિકારી દ્વારા કરવામાં આવેલ છે જેની તપાસ પણ હાલ ચાલી રહેલ છે. આમ આ કાર્યવાહી થી ગેરકાયદેસર ના કેમિકલ નિકાલ ના કૃત્યો કરનારા માં ભય નો માહોલ સર્જાયો છૅ
 

Advertisement

Share

Related posts

વાડી નિરાંત મંદિર ખાતે નમો કે નામ રકત દાન કાર્યક્રમ અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

ProudOfGujarat

કરજણ પેટા ચૂંટણી સંદર્ભે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં વિજય સંકલ્પ સંમેલન યોજાયું.

ProudOfGujarat

CM ભૂપેન્દ્ર પટેલ 1.91 લાખ મતોથી જીતતા તેમની જીતનો રેકોર્ડ તેમને તોડ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!