Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઘર સામે કચરો નાંખી જવા મુદ્દે યુવાન પર હુમલો

Share

ભરૂચ તાલુકાના કવિઠા ગામે નવી નગરી વિસ્તારની ઘટના
ભરૂચ.
ભરૂચ તાલુકામાં આવેલાં કવિઠા ગામે નવીનગરી વિસ્તારમાં રહેતાં. વિમલ બુધાભાઇ વસાવા બપોરના સમયે તેના ઘરે બેઠાો હતો. તેમના ઘરની સામે એક કચરો નાંખવાનો ૂજૂનો ઢગલો હતો. ત્યાં અન્ય કોઇ કચરો નાંખતું નથી. દરમિયાનમાં તેમના ગામની મધુબેન રમણ વસાવા ત્યાં કચરો નાંખવા આવતાં તેમણે તેને ત્યાં કચરો નહીં નાંખવા કહેતાં તેમણે અચાનક ઉશ્કેરાઇ જઇ તેમની સાથે ઝઘડો કર્યો હતો. જોકે, બાદમાં બન્નને પોતપોતાના ઘરે જતાં રહ્યાં હતાં. તેવામાં જે બાદ તેમણે ઘરે જઇ તેમના પુત્ર સંજયને સમગ્ર બાબતની જાણ કરતાં સંજય રમણ વસાવા તેની માતાનું ઉપરાણું લઇ તેમના ઘરે આવી  પહોચ્યો હતો. તેણે તેમજ તેમને અપશબ્દો ઉચ્ચારી તેમને તમાચા મારી ઇજાઓ પહોંચાડી હતી. ધમકીઓ આપી તેના ઘરે જતો રહ્યાં હતાં.  થોડી વાર બાદ વિમલ વસાવાએ સંજયના ઘરે જઇ તેને તે મને કેમ માર્યો તેમ કહેતાં સંજયે લાકડાંનો સપાટો કાઢી તેમના પર હુમલો કરી તેમને ઇજાઓ પહોંચાડી હતી. દરમિયાનમાં ઇજાગ્રસ્તને તાત઼કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ સંદર્ભે ભરૂચ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

સુરત : ડીંડોલી વિસ્તારમાં લોકોના મોબાઈલ ચોરી કરતા ઇસમને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ

ProudOfGujarat

કરજણ તાલુકાનાં સારીંગ ગામની સીમમાં આવેલી સુપ્રસિદ્ધ હજરત સૈયદ પરદેશી પીર બાવા સાહેબની દરગાહ શરીફ ખાતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી.

ProudOfGujarat

બોર્ડની પરીક્ષાનો હાઉ દૂર કરવા જિલ્લામાં  ૧૭ કાઉન્સેલર મદદ માટે સજ્જ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!