Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

૭૦મી શાળાકીય રાજ્યકક્ષાની સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાના ખેલાડીઓની નોંધપાત્ર સિદ્ધિ : ૩ સુવર્ણ, ૨ રજત અને ૪ કાંસ્ય ચંદ્રક સાથે કુલ ૧૧ ખેલાડીઓની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે ગુજરાતની ટીમમાં પસંદગી

Share

 

ભરૂચ જિલ્લા રમતગમત ક્ષેત્રે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. અમદાવાદ ખાતે યોજાયેલી ૭૦મી શાળાકીય રાજ્યકક્ષાની (SGFI) સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ રમતકૌશલ્ય અને પ્રતિભાનું પ્રદર્શન કરી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી અલગ-અલગ વયજૂથની કેટેગરીમાં આશરે ૨૫૬ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાના ખેલાડીઓએ કુલ ૩ સુવર્ણ, ૨ રજત અને ૪ કાંસ્ય ચંદ્રક સહિત નોંધપાત્ર સફળતા મેળવી છે. આ ઉપરાંત ખેલાડીઓએ પાંચમું સ્થાન પણ પ્રાપ્ત કર્યું છે.

Advertisement

સ્પર્ધામાં અં-૧૪ બોયઝ કેટેગરીમાં વેદાંત ઠાકુરે (પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, અંકલેશ્વર) પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો, જ્યારે ક્રિશિવ પટેલે (સાબરી પીડોમ સ્કૂલ) દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી રજત ચંદ્રક મેળવ્યો હતો. અં-૧૪ ગર્લ્સ કેટેગરીમાં દીતીયા સોલંકીએ (ક્વીન ઓફ એન્જલ્સ કોન્વેન્ટ સ્કૂલ) દ્વિતીય સ્થાન મેળવી રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો, જ્યારે દેવસ્યા પટેલે (ક્વીન ઓફ એન્જલ્સ કોન્વેન્ટ સ્કૂલ) પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

અં-૧૭ બોયઝ કેટેગરીમાં એરિક પરમારે (અદ્વૈત વિદ્યાલય) તૃતીય સ્થાન પ્રાપ્ત કરી કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો તથા વ્રજ પટેલે (રંગ ઇન્ટરનેશનલ સ્કૂલ, અંકલેશ્વર) પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ બન્ને ખેલાડી અંકલેશ્વર જીમખાના ખાતે વાજિદ પઠાણ પાસે કોચિંગ મેળવી રહ્યં છે. આ ઉપરાંત અં-૧૭ ગર્લ્સ કેટેગરીમાં ધર્મિ પટેલે (નર્મદા વિદ્યા ભવન, GNFC) અને પરી પટેલે (ક્વીન ઓફ એન્જલ્સ કોન્વેન્ટ સ્કૂલ) તૃતીય સ્થાન પ્રાપ્ત કરી કાંસ્ય ચંદ્રક મેળવ્યા હતા.

તેવી જ રીતે અં-૧૯ બોયઝ કેટેગરીમાં જશ દર્જીએ (એમિકસ ઇન્ટરનેશનલ સ્કૂલ) પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો, જ્યારે હેમ મહેતાએ (ક્વીન ઓફ એન્જલ્સ કોન્વેન્ટ સ્કૂલ) તૃતીય સ્થાન મેળવી કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. અં-૧૯ ગર્લ્સ કેટેગરીમાં ખનક પટેલે (ક્વીન ઓફ એન્જલ્સ કોન્વેન્ટ સ્કૂલ) પ્રથમ સ્થાન મેળવી સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો તથા આહાના પટેલે (એમિકસ ઇન્ટરનેશનલ સ્કૂલ) તૃતીય સ્થાન મેળવી કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો.

આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવના આધારે ભરૂચ જિલ્લાના કુલ ૧૧ ખેલાડીઓની મધ્યપ્રદેશના દેવાસ ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની SGFI સોફ્ટ ટેનિસ સ્પર્ધા માટે ગુજરાત રાજ્યની ટીમમાં પસંદગી કરવામાં આવી છે. આ ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરશે.

ઉલ્લેખનીય છે કે, ભરૂચ જિલ્લાના આ તમામ ખેલાડીઓ ભરૂચ સ્થિત લવ ઓલ ટેનિસ એકેડમી ખાતે કોચ શ્રીમતી આર્ચી ગોહિલ અને શ્રી રાહુલ પાટીલના માર્ગદર્શન હેઠળ દરરોજ સવારે અને સાંજે નિયમિત તાલીમ મેળવી રહ્યા છે. ખેલાડીઓની સતત મહેનત, શિસ્તબદ્ધ અભ્યાસ, કોચનું માર્ગદર્શન તથા રમત પ્રત્યેના સમર્પણના પરિણામે આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે.

આ પ્રસંગે જિલ્લા રમતગમત અધિકારી શ્રી રાજનસિંહ ગોહિલે તમામ સફળ ખેલાડીઓ, તેમના વાલીઓ, શાળાના સંચાલકો તથા કોચને અભિનંદન પાઠવ્યા હતા અને આગામી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં પણ ખેલાડીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ભરૂચ જિલ્લા તથા ગુજરાત રાજ્યનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.


Share

Related posts

છોટાઉદેપુર નગરમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે જન્માષ્ટમીની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ભાજપની બેઠકમાં આક્રોશ પદયાત્રા અને રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમો અંગે ચર્ચા :  જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા અને પ્રમુખ પરેશ લાડની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ બેંક ખાતે બેઠક યોજાઈ

ProudOfGujarat

ભરૂચ જિલ્લાની હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની શિબિર યોજવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!