Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચની શ્રી ગણેશ સુગર ફેક્ટરીની હરાજી અટકાવવાની કવાયત સફળ, ખેડૂતોને મોટી રાહત :  રૂ.250 કરોડની મિલકત સામે રૂ.48 કરોડનું દેવું ચૂકવવાની બાંહેધરી; NCDCની 18 નવેમ્બરની હરાજીની નોટિસ બાદ સરકાર અને બેંક સાથે વાટાઘાટો સફળ

Share

 

ભરૂચ:
ભરૂચ જિલ્લાના વાલિયા-વટારિયા સ્થિત શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડની હરાજી અટકાવવા હાથ ધરાયેલા પ્રયાસોને સફળતા મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NCDC) દ્વારા આગામી 18 નવેમ્બરના રોજ હરાજી કરવાની નોટિસ આપવામાં આવતાં ખેડૂતો, સભાસદો અને સહકારી ક્ષેત્રમાં ચિંતા ફેલાઈ હતી. જોકે, કસ્ટડીયન કમિટી, ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાના પ્રયાસોથી હરાજી અટકાવવાનો માર્ગ મોકળો થયો હોવાનું જણાવાયું છે.

Advertisement

પ્રાપ્ત વિગતો અનુસાર, સુગર ફેક્ટરી પર આશરે રૂ.48 કરોડનું દેવું છે, જ્યારે તેની મિલકતની કિંમત અંદાજે રૂ.250 કરોડ હોવાનું જણાવવામાં આવ્યું છે. આ મામલે કસ્ટડીયન કમિટીના ચેરમેન મહેન્દ્રસિંહ મહિડા સહિતની ટીમે ધારાસભ્ય અરુણસિંહ રાણાના સહયોગથી સરકાર અને ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડના અધિકારીઓ સાથે વાટાઘાટો કરી હતી. બેંકના અજય પટેલ સાથે યોજાયેલી બેઠકમાં દેવાની રકમ ચૂકવવાની બાંહેધરી આપવામાં આવી હતી.

 

ખેડૂતો અને સભાસદોને રાહતની આશા

ફેક્ટરીની હરાજી અટકાવવા હાથ ધરાયેલી કવાયતને પગલે ખેડૂતો અને સભાસદોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. રૂ.250 કરોડની મિલકત સામે રૂ.48 કરોડનું દેવું ચૂકવવાની બાંહેધરી આપવામાં આવતાં ફેક્ટરીને બચાવવાની આશા જાગી છે. જોકે, હરાજી રદ કરવા અંગેની અંતિમ સત્તાવાર પ્રક્રિયા અને દેવાની ચુકવણીનો અમલ હવે મહત્વપૂર્ણ રહેશે.


Share

Related posts

કેરલ હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય : હવે સોશિયલ મીડિયામાં SC/ST વિરુદ્ધ ટિપ્પણી કરવી પડશે ભારે.

ProudOfGujarat

ઉમરપાડાના ગોવટ ગામ નજીક બાઈક ચાલક યુવક ઝાડ સાથે ભટકાતા મોત નીપજયું.

ProudOfGujarat

ભરૂચ : સુરતથી ઉમલ્લા ટ્રેલર લઇને આવવા નીકળેલો ચાલક વ્હીલ તથા ડિઝલની ચોરી કરી પલાયન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!