Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઉમરપાડાના ગોવટ ગામ નજીક બાઈક ચાલક યુવક ઝાડ સાથે ભટકાતા મોત નીપજયું.

Share

ઉમરપાડા તાલુકાના ગોવટ ગામના પાટીયા નજીક આવેલ જૂની નર્સરી પાસે રાત્રિ દરમિયાન ઊંચવણ ગામે લગ્નમાં જઈ રહેલ બાઈક ચાલક યુવકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બાઈક ઝાડ સાથે ભટકાતા યુવકનું મોત નીપજ્યું હતું. ઉમરપાડાની સરવણ ફોકડી ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ નવાગામ ટુડીનો યુવક સુનિલ કુમાર નટવરભાઈ વસાવા ઉંમર વર્ષ 26 પોતાની માતા સુનંદાબેન સાથે ઉચવણ ગામે બાઈક ઉપર લગ્નમાં ગયા હતા અને રાત્રે યુવક સુનંદાબેનને મુકવા માટે નવાગામ ટુડી પોતાના ઘરે આવ્યો હતો ત્યારબાદ રાત્રે ત્રણ વાગ્યે ફરી યુવક પોતાની બાઈક લઈને ઉચવણ ગામે લગ્નમાં જવા નીકળ્યો હતો ત્યારે કેવડી ઉમરપાડા વચ્ચે આવેલ ગોવટ ગામે જૂની નર્સરી નજીક યુવકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બાઈક ઝાડ સાથે જોરમાં ભટકાઈ હતી જેથી ઝાડના થડની છાલ નીકળી ગઈ હતી યુવકને ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. સવારે રસ્તા પરથી પસાર થતા લોકોએ યુવકને મૃત હાલતમાં જોયો હતો આ સમયે યુવકના પરિવારજનોને પણ અકસ્માત થયાની ખબર પડતા દોડી આવ્યા હતા અકસ્માતના બનાવ સંદર્ભમાં પિતા નટવરભાઈએ ઉમરપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત બીજીવાર ગુજરાત રાજ્યનું જનસેવા દાયિત્વ સંભાળ્યું.

ProudOfGujarat

સરકારનાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાનાં વિરોધમાં નેત્રંગ ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓએ રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

ભરૂચ તલાટી મંડળના ઉપક્રમે તલાટીઓની સમસ્યા અંગે આવેદન પત્ર પાઠવાયુ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!