Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ : વેરાકુઈ ગામના બાંડીબેડી ફળિયામાં દીપડાએ બકરીનો શિકાર કર્યો.

Share

માંગરોળ તાલુકાના વેરાકુઈ ગામના બાંડીબેડી ફળીયામાં દિપડાએ બકરીનો શિકાર કરતા પશુ પાલકોમાં ગભરાટ ફેલાયો છે. છેલ્લા એક મહિનાથી દિપડો રહેણાક વિસ્તારમાં આટા ફેરા રહ્યો હતો ત્યારે ગતરોજ સાંજે ચાર કલાકે ગામિત શાંતુભાઇ સામાભાઈ બકરી ચરાવવા માટે ગયા હતા તે દરમ્યાન ફળિયામા એક મકાનની બાજુમાં આવેલ શેરડીના ખેતરમાંથી અચાનક દીપડો ધસી આવ્યો હતો અને બકરી ઉપર હુમલો કરી બકરીનો શિકાર કર્યો પરંતુ પશુપાલક અને લોકોએ બુમાબૂમ કરતા દિપડો મૃત બકરીને છોડી ભાગી ગયો હતો એક દિવસ પહેલા રાત્રે એક કૂતરાનો શિકાર દીપડાએ કર્યો હતો. વેરાકુઈ ગામનાં બાંડીબેડી ફળીયામાં આ અગાઉ પણ રાત્રિ દરમિયાન દીપડાએ ત્રણથી ચાર કુતરાઓનો શિકાર કર્યો છે. ધોળા દિવસે દીપડાએ બકરી ઉપર હુમલો કરતા લોકોમાં પણ ડરનો માહોલ સર્જાયો છે. દીપડાએ બકરીનું મારણ કરવાની ઘટના સંદર્ભમાં સ્થાનિક રહીશ ગણપતભાઈ ગામિતે વાંકલ વન વિભાગનાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર એચ.બી. પટેલને જાણ કરી પીંજરું મૂકવા માટે માંગ કરી છે. વધુમાં આ બાબતે રતિલાલભાઈ ગામિતે એ બનાવ સંદર્ભે વન વિભાગને લેખીતમાં ફરિયાદ કરી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચના રાજપારડી પોલીસે શંકાસ્પદ ૧૧ જેટલા મોબાઈલ સાથે એક ગઠિયાને ઝડપી પાડયો.

ProudOfGujarat

ગુજરાતમાં બુલેટ ટ્રેનની કામગીરી રોકેટ ગતિએ, જાણો ક્યાં પહોંચી કામગીરી

ProudOfGujarat

અમદાવાદ – ગુજરાત સાયન્સ સિટીમાં વ્હેલ શાર્ક દિવસની ઉજવણી કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!