Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં 25 નવેમ્બરે તાલુકા અને જિલ્લા કક્ષાએ સ્વાગત કાર્યક્રમ યોજાશે : 10 નવેમ્બર સુધીમાં સ્વાગત પોર્ટલ પર કરી શકશે અરજી; અગાઉ રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવ્યા હોય તેવા વ્યક્તિગત પ્રશ્નો રજૂ કરી શકાશે

Share

 

ભરૂચ: ભરૂચ જિલ્લામાં નાગરિકોના લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નોનું ઝડપી અને અસરકારક નિરાકરણ લાવવાના હેતુથી આગામી 25 નવેમ્બરના રોજ તાલુકા અને જિલ્લા કક્ષાએ ફરિયાદ નિવારણ સ્વાગત કાર્યક્રમ યોજાશે. તાલુકા કક્ષાનો કાર્યક્રમ સવારે 10:30 કલાકે જ્યારે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ બપોરે 3:30 કલાકે યોજાશે.

Advertisement

જિલ્લા વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, કાર્યક્રમમાં પોતાના પ્રશ્નો રજૂ કરવા ઇચ્છતા નાગરિકોએ 1થી 10 નવેમ્બર દરમિયાન સ્વાગત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ ઉપરાંત સંબંધિત કચેરીમાં બે નકલમાં લેખિત અરજી પણ આપી શકાશે. અરજી ફુલસ્કેપ કાગળ પર સુવાચ્ય અક્ષરે લખેલી હોવી જોઈએ અને તેમાં અરજદારનો મોબાઇલ નંબર સ્પષ્ટ દર્શાવવો ફરજિયાત છે. પોસ્ટકાર્ડ અથવા ઇ-મેઇલથી કરાયેલી રજૂઆતો માન્ય ગણાશે નહીં.

આવા પ્રશ્નોનો જ થશે સમાવેશ

સ્વાગત કાર્યક્રમમાં માત્ર વ્યક્તિગત પ્રશ્નો અને અગાઉ સંબંધિત સરકારી કચેરી કે વિભાગ સમક્ષ રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવ્યા હોય તેવી ફરિયાદો જ ધ્યાનમાં લેવામાં આવશે. કોર્ટમાં પડતર કેસ, પેન્શન, રહેમરાહે નોકરી તથા મહેકમ સંબંધિત પ્રશ્નોનો કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહીં.

કયા તાલુકામાં કોણ સાંભળશે ફરિયાદ?

તાલુકા કક્ષાએ સવારે 10:30 કલાકે નીચે મુજબના અધિકારીઓ નાગરિકોની રજૂઆતો સાંભળશે:
– વાગરા મામલતદાર કચેરી – જિલ્લા કલેક્ટર
– ભરૂચ ગ્રામ્ય – જિલ્લા વિકાસ અધિકારી
– હાંસોટ – જિલ્લા પોલીસ અધિક્ષક
– વાલિયા – નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસૂલ)
– અંકલેશ્વર – નાયબ કલેક્ટર
– ભરૂચ શહેર – નાયબ કલેક્ટર (સ્ટેમ્પ ડ્યુટી)
– ઝઘડિયા અને જંબુસર – સ્થાનિક નાયબ કલેક્ટર
– આમોદ – જિલ્લા આયોજન અધિકારી
– નેત્રંગ – નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત)
આ કાર્યક્રમમાં અધિકારીઓ નાગરિકોની ફરિયાદો સાંભળીને સંબંધિત વિભાગો સાથે સંકલન કરી જરૂરી કાર્યવાહી કરશે. જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોને નિયત સમયમર્યાદામાં અરજી કરી કાર્યક્રમનો લાભ લેવા અપીલ કરી છે.


Share

Related posts

સુરત પાલિકાનું વર્ષ 2020-21 નું મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું. .

ProudOfGujarat

અંકલશ્વર જીઆઇડીસી વિસ્તારમાં માંથી વડોદરા ની આર આર સેલ દ્વારા બે ઇસમોની પિસ્તોલ સાથે ધરપકડ કરી….

ProudOfGujarat

અંકલેશ્વર જી આઈ ડી સી માં કેટલાક કંપની વાળા પોતાનો ટુકો સ્વાર્થ સિદ્ધ કરવા પર્યાવરણ ને મોટું નુકસાન પોહચાડી રહ્યા છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!