Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત પાલિકાનું વર્ષ 2020-21 નું મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું. .

Share

સુરત પાલિકાનું વર્ષ 2020-21 નું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ રજૂ કર્યું હતું. બજેટનું કદ 6003 કરોડનું રાખવામાં આવ્યું છે. ઈલેક્શનનું વર્ષ હોવાથી બજેટમાં મોટા પ્રોજેક્ટ ઓછા છે. વેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.પાલિકાએ આગ લાગ્યા બાદ કૂવો ખોદયો હોય તેમ ફાયરબ્રિગેડ માટે ગત વર્ષ કરતાં આ બજેટમાં બમણી જોગવાઈ કરવામાં આવી છે. જેમાં 15 નવા ફાયર સ્ટેશન અને ટ્રેનિંગ સેન્ટર બનશે.રેવન્યુ આવક 3231 કરોડ અને રેવન્યુ ખર્ચ 2091 કરોડ અંદાજવામાં આવ્યો છે. સુરત શહેરનું પ્રથમ ડ્રાફ્ટ બજેટ રજૂ કરતાં પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ સુરતને 9.2 ટકાના ગ્રોથ સાથે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી વિશ્વમાં ગણાવ્યું હતું. સ્માર્ટ સિટીની થીમ મુખ્ય હોવાથી સ્માર્ટ સિટીમાં બેસ્ટ પર્ફોમન્સના એવોર્ડ મળ્યા હોવાનું જણાવતાં ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. 6003 કરોડના બેજટમાં રેવન્યુ આવક 3231 કરોડ અને રેવન્યુ ખર્ચ 2091 કરોડ રહેશે તેમ જણાવ્યું હતું. શહેરમાં છાસવારે લાગતી આગને પગલે ફાયર એન્ડ ઈમરર્જન્સી સર્વિસ માટે ગત વર્ષે 16 કરોડની જોગવાઈ હતી જેમાં આ વખતે બમણો વધારો કરીને 32 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નવા 15 ફાયર સ્ટેશન બનશે જેની પાછળ 45 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ફાયર સ્ટાફ માટે ટ્રેનિંગ સેન્ટર પણ ઉભું કરવામાં આવશે. હાલના હયાત 16 ફાયર સ્ટેશન છે અને વધુ 15 નવા બનાવવામાં આવશે તેમ ડ્રાફ્ટ બજેટમાં જોગવાઈ કરાઈ છે. ફ્લાય ઓવરબ્રિજના શહેર તરીકે ઓળખ પામી ચુકેલા સુરતમાં નવા નવ બ્રિજ સહિતના બ્રિજ માટે 419 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
સાઉથ ઈસ્ટ લિંબાયત ઝોન વિસ્તારમાં ખરવરનગર જંકશનથી આંજણા તરફ જતા રસ્તા પર ભાઠેના જંકશન પર 50 કરોડનો ખર્ચે બનશે.
સાઉથ ઈસ્ટ ઝોન(લિંબાય)માં ડ્રા.ટી.પી.62 (ડિંડોલી-ભેસ્તાન-ભેદવાડ)માં ડિંડોલી ખરવાસા રોડ અને મીડિલ રિંગરોડ જંકશન સાંઈ પોઈન્ટ પાસે ચાર રસ્તા પર સર્કલ ફ્લાય ઓવર બ્રિજ પર 40 કરોડના ખર્ચે બનશે.
સાઉથ વેસ્ટ (અઠવા)ઝોન વિસ્તારમાં બ્રેડ લાઈનર જંકશન પર અંડર બ્રિજ 50 કરોડના ખર્ચે બનશે.
સાઉથ ઈસ્ટ(લિંબાયત)ઝનો વિસ્તારમાં ડિંજોલી માનસરોવર સોસાયટી પાસે 40 કરોડના ખર્ચે બનશે.
સુરત મુંબઈ મેઈન રેલવે લાઈન પર કિ.મી.256/22 પર સંતાબીલ બેકરી પાસે સુરત-નવસારી મેઈન રોડ અને અકલેરા વિસ્તારને જોડતા બ્રીજ 60 કરોડનો ખર્ચે બનશે.
અમરોલી સાયણ રોડ પર કોસાડ ક્રીભકો લાઈન એલ.સી.નંબર 05 ઉપર 80 કરોડના ખર્ચે બનશે.
સાઉથ ઈસ્ટ(લિંબાયત) ઝોન વિસ્તારમાં ઉધના યાર્ડ ખાતે સુરત-ભુસાવલ રેલવે લાઈન પર સાંઈબાબા મંદિર પાસે લિંબાયત-ડિંડોલી વિસ્તારને જોડતો રેલવે અંડરપાસ 45.10 કરોડના ખર્ચે બનશે.
સાઉથ ઝોન વિસ્તારમાં બમરોલી ખાતે આવેલ હયાત ડો.હેડગેવાર બ્રિજનું વાઈડનિંગ 8.35 કરોડના ખર્ચે બનશે.
વરાછા વિસ્તારમાં ટી.પી. સ્કીમ નં 21(સરથાણા સીમાડા)માં શ્યામધામ સોસાયટી નજીક ખાડી બ્રિજ 6 કરોડના ખર્ચે બનશે.
ડ્રેનેજ, સ્ટોર્મ ડ્રેનેજ અને હાઉસિંગ ઉપર વિશેષ ભાર આપવામાં આવશે. સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર 66 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. 100 ટકા પાઇપલાઇનથી નળ જોડાણ આપવામાં આવશે. 24*7 પાણી પુરવઠા યોજના પર ભાર મૂકવામાં આવશે. ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ માટે પણ ખાસ જોગવાઈ રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ માટે 3904 કરોડ રૂપિયાની જોગવાઈ. ફેઝ 1માં 1236 અને ફેઝ 2 માં 2668 કરોડની જોગવાઈ. સુરત મેટ્રો રેલ પ્રોજેકટમાં કન્સલ્ટન્સી માટે 50 લાખની જોગવાઈ, મેટ્રો રેલ માટે ફ્રાન્સ અને જર્મનીની પણ નાણાકીય મદદ મળશે. પાણીની ક્વોન્ટીટીની સાથે ક્વોલિટી પર પહેલી વખત ધ્યાન રાખવામાં આવશે. આઉટર રિંગરોડ આ વર્ષે પરિપૂર્ણ થાય તેના પર સૌથી વધારે ધ્યાન આપવામાં આવશે. નવા 9 બ્રિજ માટે કુલ 419 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ માટે 32 કરોડની જોગવાઈ. નવા 15 ફાયર સ્ટેશન બનશે જેની પાછળ 45 કરોડનો ખર્ચ કરાશે. ફાયર સ્ટાફ માટે ટ્રેનિંગ સેન્ટર ઉભું કરાશે. 18 જેટલા નવા બાગ બગીચા બનાવવામાં આવશે. સ્વચ્છતા પર જે ઝોન ભાર આપશે અને અગ્રેસર રહેશે તેને 10 કરોડ આપવામાં આવશે. ગ્રીન એનર્જી સોર્સ માટે 14 કરોડના ખર્ચે વિન્ડ પાવર પ્લાન્ટ ઉભો કરવામાં આવશે. 150 બસો ઇલેક્ટ્રિક 5 મહિનામાં ચાલુ કરાશે. 5 જગ્યાઓ પર મલ્ટીલેવલ પાર્કિંગ બનાવાશે. બે સ્પોર્ટસ સ્ટેડિયમ 120 કરોડના ખર્ચે બનાવવાનું આયોજન કરવામાં આવ્યું.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ઈનરવ્હીલ ક્લબ દ્વારા ભરૂચ વૃદ્ધાશ્રમ ખાતે જરૂરિયાતની ચીજ વસ્તુઓનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ભરૂચ ના કસક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન દરમિયાન સાંસદ મનસુખ વસાવા ની વિવાદિત કમેન્ટ કેમેરા માં કેદ થવા પામી હતી.. સ્વચ્છતા કરતા સમયે કથિત ખાલી દેશી દારૂની પોટલીઓનો ઢગ ઉઠાવતા સાંસદ એ હાસ્યમાં શુ કમેન્ટ આપી…જુઓ

ProudOfGujarat

બોગસ ડીગ્રી સર્ટીઓ બનાવી લોકો સાથે છેતરપીંડી કરી મોટી રકમ પડાવતી ગેંગને ઝડપી પાડતી છોટાઉદેપુર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!