Proud of Gujarat
GujaratFeaturedINDIA

સેગવા-ઝંઘાર તેમજ પારખેત ગામે વીજ ચેકીંગ કરાતા લાખોની ચોરી ઝડપાઇ.

Share

ભરૂચ તાલુકાના ત્રણ જેટલા ગામોમાં વહેલી સવારે ડી.જી.વી.સી.એલ ની વિજિલન્સ ટીમોએ ત્રાટકી મીટરો તેમજ કનેક્શન તપાસતા લાખો રૂપિયાની ચોરી ઝડપી પાડવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગુરૂવારની વહેલી સવારે ભરૂચ તાલુકાના સેગવા,ઝંઘાર તેમજ પારખેત ગામે દક્ષિણ ગુજરાત વીજ નિગમની વિજિલન્સ ટિમોએ પોલીસ બંદોબસ્ત સાથે વીજ ચેકીંગ હાથ ધરતા ૧૭ લાખ ઉપરાંતની વીજ ચોરી પકડી પાડવામાં સફળતા સાંપડી હતી, વહેલી સવારે જ વિજિલન્સની ટિમો ત્રાટકતા વીજ ચોરી કરનારા ઊંધતા ઝડપાયા હતા, વિજિલન્સ ટિમ દ્વારા લગભગ ૫૦ જેટલા કનેકશનમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાનું જણાતા તેઓને દંડિત કરી શિક્ષાત્મક પગલાં સ્વરૂપે આકરો દંડ ફટકાર્યો હતો. ત્રણેય ગામોમાં વીજ ચેકીંગ દરમિયાન કોઈ જ અનિચ્છનીય ધટના બનવા પામી ન હતી ઉલ્લેખનીય છે કે આ અગાઉ પાલેજ નજીકના જ બે અન્ય ગામોમાં પણ ચેકીંગ હાથ ધરવામાં આવ્યા હતા.

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જી.આઈ.ડી.સી વિસ્તારના સિક્યુરિટી ગાર્ડના પી.એફના નાણા ભરવામાં કોન્ટ્રાક્ટરની આડોળાઈ સીક્યુરિટી ગાર્ડોએ ઉદ્યોગ મંડળ સમક્ષ રજૂઆત કરી

ProudOfGujarat

ગોધરા:-એક મંદિર,એક કુવો,એક સ્મશાન”ના વિચાર સાથે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમરસતા ગોષ્ઠિ યોજાઈ.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં માલજીપુરા નજીક બાઇક સવાર ઇસમનું કારની અડફેટે મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!