Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર નગરમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે જન્માષ્ટમીની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.

Share

આમ તો સમગ્ર ગુજરાતમાં કૃષ્ણ જન્માષ્ટમી ભારે ધૂમધામથી ઉજવાય છે. પરંતુ ચાલુ સાલે કોરોનાની મહામારીનાં કારણે પ્રજાએ જન્માષ્ટમીની ઉજવણી સાદાઈથી કરી હતી. મંદિરોમાં સોશિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખી આરતી અને દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જન્માષ્ટમીની વહેલી સવારથી જ મેઘરાજા પણ મોજમાં હતા છતાંય  કૃષ્ણઘેલા ભક્તો બાળગોપાલના આગમનને વધાવવા મંદિરોમાં પહોંચી ગયા હતા અને હાથી ઘોડા પાલકી જય કન્હૈયાલાલ કી ના જયઘોશ સાથે ભગવાનને પારણે ઝુલાવ્યા હતા. નગરના રણછોડરાય સહીત તમામ મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સની વિશેષ કાળજી લેવામાં આવી હતી. પ્રજાએ ભગવાન સન્મુખ આ કોરોનાની મહામારી વહેલી તકે સમાપ્ત થાય તેવી પ્રાર્થના કરી હતી.

તૌફીક શેખ, છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

ગોધરામા બાબા સાહેબ આંબેડકરની જન્મજંયતીની ઉજવણી.

ProudOfGujarat

અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે સ્વ.અહેમદ પટેલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે યોજાયો નિઃશુલ્ક દિવ્યાંગ કેમ્પ.

ProudOfGujarat

બોડી મસાજની આડમાં ચાલતા લોહીના વેપાર પર પોલીસે ની રેડ….જાણો ક્યાં ત્રણ વિદેશી લલના, અેક ગ્રાહક અને મેનેજરની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!