Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાનાં નાનાસાંજા ગામે જુગાર રમતા આઠ જુગારીયાઓ ઝડપી પોલીસે કુલ રૂપિયા ૨૪,૩૧૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો.

Share

ગઇકાલે ઝઘડિયા તાલુકાનાં નાનાસાંજા ગામની અનુપમ નગર સોસાયટીના એક મકાનના પાછળના ઓટલા ઉપર કેટલાક ઇસમો પાના પત્તા વડે હારજીતનો જુગાર રમતા હોવાની બાતમી મળતા ઝઘડિયા પોલીસે બાતમીના સ્થળે છાપો મારતા આઠ ઈસમો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસની આ રેડમાં ઝડપાયેલ જુગારીયાઓમાં રમેશ મોહન ભાઈ વસાવા, જશવંત નટવરભાઈ વસાવા, પૃથ્વીરાજ રાજેન્દ્રભાઈ ચૌહાણ, તુષાર અજીતભાઈ ચૌહાણ, અશ્વિન ઉર્ફે જીગો હિંમતસિંહ ચૌહાણ, અશોક નટવરભાઈ પટેલ, ભૂપેન્દ્ર ઉર્ફે રાજુ વિજયસિંહ ચૌહાણ અને ભદ્રેશ મહેન્દ્રભાઈ ચૌહાણ તમામ રહેવાસી ગામ નાનાસાંજા તાલુકો ઝઘડિયા જુગાર રમતા ઝડપાયા હતા. ઝડપાયેલા જુગારીયાઓ પાસેથી રૂપિયા ૧૧,૩૧૦ રોકડા તેમજ ૩ નંગ મોબાઇલ કિંમત રૂપીયા ૧૩,૦૦૦ મળી કુલ રૂ. ૨૪,૩૧૦ નો મુદ્દામાલ ઝઘડિયા પોલીસે જપ્ત કર્યો હતો. ઝડપાયેલ જુગારીયા વિરુદ્ધ જુગાર ધારા કલમ તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કલમ મુજબ ફરિયાદ નોંધી તેમની વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.ઝઘડીયા તાલુકામાં શ્રાવણીયો જુગાર રમતા ઇસમોમાં આ ઘટનાને પગલે ફફડાટ ફેલાયો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ.

Advertisement

Share

Related posts

પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓનો મોટો નિર્ણય, છોલેલું શ્રીફળ મંદિરમાં લઇ જવા પર પ્રતિબંધ

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ આવ્યો.

ProudOfGujarat

ભરૂચના ફ્લાયઓવર પર પેઇન્ટિંગ લોકોમાં બન્યાં આકર્ષણનું કેન્દ્ર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!