Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

જંબુસર પોલીસે ૪૨૦૦/- નો વિદેશી દારૂ મુદામાલ ઝડપી સંતોષ માણ્યો .

Share

જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટો વિદેશી દારૂનો ગણનાપાત્ર કેશ બનાવી સંતોષ માનતી જંબુસર પોલીસ ૪૨૧૦૦/- ના મુદામાલ સાથે આરોપીઓ વિરુદ્ધ કેશનોંધી આગળની વધુતપાસ હાથધરી.
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાય ઠેર ઠેર દેશી,વિદેશી દારૂનું વેચાણ થતું જોવા મળે છે અને ઘણા કેશોપણ નોંધાય છે.જંબુસર શહેર સહિત સહિત તાલુકામાં ઠેરઠેર દેશીદારૂની ભઠ્ઠીઓ ઉકળતી હોય છે.તથા વિદેશી દારૂની રેલમછેલ ધૂમ વેચાણ થતું હોય છે.ભરૂચ જીલ્લામાં પ્રોહી જુગારની પ્રવુતી નેસ્ત નાબુદ કરવાની સુચના હોય છે.તેમ છતાય દારૂ,જુગારના અડ્ડાઓ ધમધમે છે ત્યારે જંબુસર પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ગણનાપાત્ર કેશ બનાવી સંતોષ માનવો પડિયો હતો.
જંબુસર પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જંબુસર પી.એસ.આઈ એમ.કે.પટેલ ને બાતમી મળેલ કે ઉપલીવાટ ખાતે રહેતો કલ્પેશ ઇંગ્લિશ દારૂનું વેચાણ કરે છે.જે આધારે પોલીસ સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરતાં ભારતીય બનાવટ નો ઇંગ્લિશ દારૂ કુલ ૪૮ બોટલ કિંમત ૧૯,૨૦૦/-તથા અંગ ઝડપીમાં બે મોબાઇલ કિંમત આશરે રૂ/૫૦૦૦/- મળી આવેલ માલ અંગે પૂછપરછ કરતાં સદ્દર માલ જંબુસર સુભાષ મેદાન સામે રહેતા અનિલ મિસ્ત્રીનો છે.તેની અંગઝડતી કરતાં રોકડા ૯૭૦૦/- તથા બે મોબાઇલ કિમત આશરે ૭૦૦૦/-મળી આવેલ તેમજ નાણાં અંગે પૂછપરછ કરતાં આ નાણાં ટંકારી ભાગોળ ખાતે રહેતા ભરતના ઘરે ઝડપી તપાસ કરતાં તેના ઘરની પાછળ ચોકડીના ખૂણામાં પ્લાસ્ટિકની થેલીમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશદારૂ ૩ બોટલ કિમત ૧૨૦૦/-મળી આવેલ આમ કુલ ૭૫૦ ML ની ૫૧ બોટલ કિમત રૂ૨૦૦૦૦/-તથા રોકડા ૯૭૦૦/-તથા મોબાઇલ નંગ-૪ કિમત ૧૨૦૦૦/- મળી કુલ ૪૨,૧૦૦/-ના મુદ્દામાલ સાથે આરોપીઓ સ્થળ ઉપર પકડાઈજઈ ગુનો કરવા બદલ પ્રોહીબિશન એક્ટની કલમ મુજબ ગુનો જંબુસર પોલીસ સ્ટેશને નોંધાયો છે.વધુતાપાસ જંબુસર પી.એસ.આઈ ચલાવી રહયા છે.દારૂનો વેપલો કરતાં બુટલેગરોને જંબુસર પોલીસે ઝડપી પડતાં બુટલેગરોના ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

Advertisement

Share

Related posts

ભરૂચનાં કતોપોર બજાર વિસ્તારમાં માળખાકીય સુવિધા પૂરી પાડવા યુનાઇટેડ મર્ચન્ટ એસોસિએશન મેદાનમાં…

ProudOfGujarat

ભરૂચ માતરીયા તળાવ પ્રોજેક્ટ માં અઢી કરોડના ખર્ચે વિકાસના કામો સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા હસ્તે ખાતમુહૂર્ત

ProudOfGujarat

આખરે નીતિન પટેલ નાણાખાતું મેળવીને જ માન્યા:

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!