Proud of Gujarat
FeaturedEducationGujaratINDIA

જંબુસર નગર પાલિકાના સહયોગથી બનાવેલ કોમ્પ્યુટરલેબ,સ્માર્ટક્લાસનું ઉદઘાટન.

Share

શ્રી સરસ્વતી વિદ્યામંદિર માં જંબુસર નગરપાલિકાના સહયોગથી બનાવેલ કોમ્પ્યુટરલેબ અને સ્માર્ટક્લાસનું ઉદઘાટન નગરપાલિકા પ્રમુખ કૌશલ્યબેન દુબે ના હસ્તે કરવામાં આવ્યું હતું.
ઉદઘાટન પ્રસંગે મહાનુભવોના હસ્તે દીપપ્રાગટ્ય તથા સ્કૂલની બાળાઓ દ્વારા સરસ્વતી વંદના કરવામાં આવી અને મહેમાનોનું પુષ્પગુચ્છ તથા પુસ્તક આપી સ્વાગત કરાયું હતું પ્રાસંગિક વક્તવ્ય આપતા સંસ્કાર જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નિલેષભાઈ ભાવસરે કહયું કે સંસ્થા શરૂ કરવી સહેલી છે પરંતુ તેને નિભાવવી અને વિકસાવવી કઠીન છે શિક્ષણ સાથે સંસ્કાર અને સુવિધા આપવી કઠીન છે. સમાજના સાથ સહકાર વગર આ કાર્ય શક્ય નથી. સરકારનો સહયોગ પણ જરૂરી છે.આ વિદ્યાલયના નિર્માણ માં જંબુસર નગરપાલિકાના સહયોગની શરૂઆત થઈ જે આજ સુધી ચાલુ છે. શિક્ષણની સાથે સંસ્કાર અને અનેક પ્રવુતિઓ ચાલે છે જેથી શાળાના સામાજીક ચેતનાનું કેન્દ્ર બને તથા વીદ્યાલય ને સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ નગરપાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો.
ભાજપ અગ્રણી પ્રવીણભાઈ દુબેએ જણાવ્યુંકે આ સંસ્થા ખુબજ સારું કામ કરી રહી છે.અને સુવિધા ઉપલબ્ધ કરવવાનો આનંદ છે.તથા વધુ વિકાસ થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી તથા વીદ્યાલયમાં લાયબ્રેરી બનાવવા અનુદાન લાવી આપવાની જાહેરાત કરી હતી.મતભેદો ભૂલી ઍક થઈ સમાજની સેવા કરવા આહવાન કર્યું હતું સ્માર્ટક્લાસના ઉદ્દઘાટન પછી તેનું પ્રેઝન્ટેશન આપવા આવ્યું હતું આ કાર્યક્રમમાં જંબુસર નગરપાલિકા સદસ્યો,વાલીઓ,તથા આમંત્રીત મહેમાનો ઉપસ્થિત રહયા હતા.

Advertisement

Share

Related posts

ઉમરપાડા તાલુકાનાં ઉમરપાડા ગામનાં સરપંચ શ્રી રમીલા બેન વસાવાનાં હસ્તે વિધવા બહેનો અને જરૂરિયાત મંદ લોકોને 50 કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

અમદાવાદમાં મ્યુ. દ્વારા વિરાટનગર, નિકોલ, વસ્ત્રાલ વિસ્તારમાં દબાણો દૂર કરાયા.

ProudOfGujarat

अय्यारी की इस नई कविता के जरिये जानिए दो सेना अधिकारियों की कहानी!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!