Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડુમસ ખાતે વીબગ્યો હાઇસ્કૂલના સ્કૂલવાહન ચાલકો છૂટા કરાતા રોષ

Share

ડુમસ ખાતે આવેલ વીબગ્યો હાઇસ્કૂલના 37 વાન ડ્રાઇવરને છૂટા કરાતા રોશની લાગણી છવાઈ જવા પામી છે. વાન ચાલકોએ પગાર વધારો અને બોનસની માંગણી કરતાં સાગમટે 37 વાન ચાલકોને છૂટા કરાતા બેરોજગાર થયેલ ડ્રાઈવરોએ કમિશનર કચેરીએ પહોચી રજૂઆત કરી હતી.
વાહનચાલકોના જણાવ્યા અનુસાર પગાર વધારાની માંગણી કરાતા તેઓને વગર વાંક ગુનાએ કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર હાંકી કાઢવામાં આવ્યા છે અને સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા ખોટી રીતે પોલીસ બોલાવી આ વાન ચાલકોનો અવાજ દબાવી દેવાની કોશિશ થઈ રહી છે ત્યારે આ વાન ચાલકોએ ન્યાય માટે લેબર કમિશનર કચેરીએ ધા નાંખી છે.

Advertisement

Share

Related posts

માંગરોળ : પેરિસ હોટલનું તાળું તોડી તસ્કરો ચોરી કરી ફરાર.

ProudOfGujarat

અંકલેશ્વરનાં અવાદર ગામમાં દીપડો દેખાતા ગામ લોકોમાં ભયનો માહોલ.

ProudOfGujarat

કરજણ તાલુકાના ધનોરા ગામે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના નવા મકાનનું કરાયું લોકાર્પણ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!