Proud of Gujarat
FeaturedGujaratINDIA

લુણાવાડા વિધાનસભા પેટાચુંટણીઃ ભાજપ માટે અગ્નિપરીક્ષા,કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ

Share

લુણાવાડા. રાજુ સોલંકી

ગુજરાતમાં ખાલી પડેલી ચાર વિધાનસભાની પેટાચુટણીઓ યોજાવાની છે.ત્યારે મધ્ય ગુજરાતની મહત્વની ગણાતી લુણાવાડા વિધાનસભા બેઠકની પણ યોજાનાર પેટાચુંટણી પણ ભારે રસાકસી ભરી બની રહેવાની છે.લુણાવાડા બેઠકના પાછલા એક દાયકા ઉપર નજર નાખવામા આવે તો અહી કોંગ્રેસનો ભારે દબદબો રહ્યોછે. જેમા ૨૦૦૭ અને ૨૦૧૨માં કોંગ્રેસમાંથી હીરાભાઈ હરીભાઈ પટેલ ચુંટાઇ આવ્યા હતાત્યારબાદ ૨૦૧૭ની વિધાનસભાની ચુંટણી ભારે રસાકસી ભરી રહી હતી.જેમાં ભાજપ અને કોંગ્રેસને બન્નેને ફટકો પડ્યો હતો.અને અપક્ષ ઉમેદવાર રતનસિંહ રાઠોડ ભારે જંગી બહુમતીથી ભાજપના મનોજ કુમાર પટેલને હરાવીને વિજેતાબન્યા હતા. ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયા અને જ્યારે ૨૦૧૯માં લોકસભાની ચુટણી આવી ત્યારે તેમને ભાજપે પંચમહાલ લોકસભા બેઠક માટે ટીકીટ આપી હતી.અને તેઓ પણ ૪ લાખ જેટલા મતોની લીડથી વિજેતા બન્યા હતા.પંચમહાલના સાસંદ તરીકે ચુંટાયા બાદ લુણાવાડા વિધાનસભા બેઠક ખાલી પડી હતી. લુણાવાડા વિધાનસભા મતવિસ્તારની ભૌગોલિક પરિસ્થિતી તરફ નજર કરવામા આવે તો લુણાવાડા એ મહિસાગર જીલ્લાનુ વડુમથક છે. અહી ક્ષત્રિય તેમજ પાટીદાર મતદારોની મતદારો ધરાવતી આ બેઠકછે.આ વિસ્તારમાથી સૌથી વધારે શિક્ષકો પણ અહીથી બન્યા છે. અહી ખાસ કરીને રેલ્વે અને જીઆઈડીસીના પ્રશ્નો છે. રોજગારી માટે આજે પણ અહીના લોકો અમદાવાદ તેમજ સુરત, વડોદરા જેવા મોટા શહેરોનો આસરો લે છે. જોકે અહી ખેડુતો આધુનિક ખેતી તરફ પણ વળ્યાછે.
હાલ યોજાનારી લુણાવાડા બેઠક ત્રિપાંખીયો જંગ બની રહેવાનો છે. તેમા કોઈ બે મત નથી.ભાજપ પક્ષે આ વખતે લુણવાડાના સ્થાનિક એવા જીજ્ઞેશભાઈસેવકને મેદાને ઉતાર્યા છે.તેઓ વર્ષોથી ભાજપા સાથે જોડાયેલાછે.અને જીલ્લાપંચાયતમાં કારોબારી અધ્યક્ષ છે. કોંગ્રેસ પણ આ વખતે ક્ષત્રિય ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણને મેદાને ઉતાર્યા છે. ગુલાબસિંહ ચૌહાણ જીલ્લા પંચાયતના સભ્ય છે. તેઓના પિતા સોમસિંહ વજેસિંહ ચૌહાણ ૧૯૯૫માં શહેરા(પંચમહાલ) વિધાનસભાના ધારાસભ્ય રહી ચુક્યાછે. અને તેઓ મંત્રી પણ રહી ચુક્યા હતા. જ્યારે એનસીપીના ભરતભાઈ પટેલ વરધરીના વતની છે.
લુણાવાડા વિધાનસભા બેઠક જીતવા માટે ભાજપ હાલમા પણ તનતોડ મહેનત કરી રહ્યુ છે. ત્યારે કોંગ્રેસ પણ કમરકસી રહ્યુ છે. અહી જાતિવાદ ફેકટર નિર્ણાયક સાબીત થઈ શકે ૨૦૧૭માં વિધાનસભાની ચુંટણીમાં અપક્ષમાં રહેલા અને જીતીને ભાજપમા જોડાઈ સાંસદ બનેલા રતનસિંહ રાઠોડની જીત તેનુ ઉદાહરણ છે. લુણાવાડાના મતદારોના મિજાજ પારખવો જરા અઘરોછે. પણ એ નક્કી છે. અહી ક્ષત્રિય,પાટીદાર અને અન્ય જ્ઞાતિઓના મળીને ૨,૮૭,૧૦૭ લાખ મતદારો નિર્ણાયક બનશે.

Advertisement

Share

Related posts

સરકારી જમીનમાં ગેરકાયદેસર રેતીનુ ખનન થતા હોવાનો આક્ષેપ સાથે જીલ્લા કલેકટરને લેખીત રજૂઆત.

ProudOfGujarat

ભરૂચ : મુન્શી વિદ્યાધામમાં 73 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચ : સિવિલ રોડથી નવી વસાહત થઈ સ્ટેશન તરફ જતાં રસ્તાનું સમારકામ શરૂ થતાં લોકોમાં આનંદની લાગણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!