ઈનોવા કાર ની ખરીદીમાં ગેરરીતિ થઇ હોવાના આક્ષેપોની થઈ હતી ફરિયાદ પ્રશ્નાર્થ પૂર્વ પ્રમુખ મીનાબેન પટેલને સભ્ય તરીકે બરખાસ્ત કેમ ન કરવા એ અંગે પ્રશ્નાર્થ
અંકલેશ્વર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મીનાબેન પટેલ તેમજ સંબંધિત અધિકારીઓ પાસેથી ઈનોવા કાર ની ખરીદી નગરપાલિકાઓના કાયદાની વિરુદ્ધ રીતે થઈ હોવાની ફરિયાદના અનુસંધાને દક્ષિણ ઝોન નિયામક દ્વારા એક અગત્યનો ચુકાદો આપવામાં આવ્યો છે.
અંકલેશ્વર નગર પાલિકાના વિપક્ષી નેતા ભૂપેન્દ્ર જાની દ્વારા ઈનોવા કાર ની ખરીદી માં ગેરરીતિ અને નગરપાલિકા અધિનિયમ ના કાયદાઓનો ભંગ કરાયો હોવાની બાબતે એક અરજી કરવામાં આવી હતી. જે સંદર્ભે દક્ષિણ ઝોનના નગરપાલિકા નિયામક દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે નગરપાલિકા અધિનિયમની વિરુદ્ધમાં આ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે નવું વાહન ખરીદવા માટે અમુક કાયદાઓ હોય છે જેનું પાલન થયું નથી. જેમાં રૂ. દસ લાખ ની લિમિટ સુધી વાહન ખરીદવામાં આવવું જોઈએ જ્યારે કે આ વાહન ખરીદવા માં નિયમનો ભંગ થયો છે. સાથે જ ચુકાદામાં કલમ 37 હેઠળ ગેરરીતિ આચરનાર નગરપાલિકા સભ્ય અને પૂર્વ પ્રમુખ મીનાબેન પટેલને બરખાસ્ત કેમ ન કરવા એ માટે પણ દરખાસ્ત કરવામાં આવી છે. સાથે જ નગરપાલિકા અધિનિયમની કલમ 177 હેઠળ ઈનોવા કાર માટે રૂપિયા 6,93 ઉપરાંતની રકમની વસુલાત કરવા અંગે પણ દરખાસ્ત કરવામાં આવી છે.
આ સંદર્ભે અંકલેશ્વર નગર પાલિકાના વિપક્ષી નેતા ભુપેન્દ્ર જાનીએ જણાવ્યું હતું કે સચ્ચાઈની જીત થઈ છે. નવા વાહનની ખરીદી પૂર્વ પ્રમુખ મીનાબેન પટેલના શાસનકાળ દરમિયાન કરવામાં આવી હતી જે નગરપાલિકાના કાયદાઓનો ભંગ કરે છે હું દક્ષિણ ગુજરાત નિયામકના ચૂકાદાને આવકારું છું. ન્યાય મળે એ જ દિશામાં આગળ કાર્યવાહી કરીશું.
નગરપાલિકાઓના દક્ષિણ ઝોનના નિયામક ક્ષિપ્રા આગ્રે દ્વારા તારીખ 17 ઓક્ટોબર, 2019ના ચુકાદામાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે રૂ. 6, 93, 620ની રકમ પૂર્વ પ્રમુખ મીનાબેન પટેલ તથા સહી કરનાર એકાઉન્ટ જયેશ મોદી ઉપરાંત અન્ય લાગતા વળગતા અધિકારીઓ પાસેથી વસૂલવામાં આવે એ દરખાસ્ત ગાંધીનગર નગરપાલિકા નિયામકને મોકલવામાં આવી છે. દરમિયાન આ અંગે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ દક્ષાબેન શાહ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું ચુકાદો આવ્યો છે પરંતુ હજુ આ અંગે અભ્યાસ ચાલી રહ્યો છે અને આગામી દિવસમાં શું કરવું તેનો નિર્ણય તમામ નિષ્ણાતોની સાથે ચર્ચા બાદ લેવાશે.
દક્ષિણ ઝોન નગરપાલિકાઓના નિયામક દ્વારા આપવામાં આવેલા આ ચુકાદા બાદ હવે ગાંધીનગર મુખ્ય નગરપાલિકા નિયામક સામે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવશે ત્યારે આ બાબતે શું ચુકાદો આવે છે એ જોવું રહ્યું.
અંકલેશ્વર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિત અન્ય અધિકારીઓ સામે વસુલાતનો ચુકાદો…
Advertisement