Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચથી કોસંબા જતા હાઈવે પર ગેરકાયદેસર કેમિકલ વગે કરવાનાં વધતા જતા બનાવો…જાણો વધુ.

Share

બે નંબરની કેમિકલની હેરાફેરી હવે સામાન્ય બાબત બની ગઇ છે તંત્ર દ્વારા આ બાબતે કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા કેમિકલ માફિયા બેફામ બની ગયા છે. ગેરકાયદેસરના કેમિકલ નિકાલની નિયમિત રોજબરોજ ઘટના વધતી જ જાય છે અને હવે કેમિકલ ચોરીનાં બનાવોનું કાર્યક્ષેત્ર આંતરરાજ્ય બનતું જાય છે. આ બાબતોમાં હવે પ્રજામાં જાગૃતિ આવી છે પરંતુ તંત્ર નિંદ્રાવસ્થામાં જતું જાય છે.

ગત તા. 22/11/2020 ની રાત્રે જાગૃત નાગરિકો દ્વારા બે શંકાસ્પદ લાગતા તેમજ રાજ્ય બહારનાં રજીસ્ટ્રેશન નંબર ધરાવતા કેમીકલ ટેન્કરો જેમના નંબર MH04GC2315 અને MP09KD6700 ની માહિતી પર્યાવરણ વાદીઓને અને પછી કોસંબા પોલીસ સુધી આ માહિતી પહોંચતા કોસંબા પોલીસ દ્વારા આ બંને ટેન્કરો અને ચાલકની અટક કરવામાં આવી છે. તેમજ પ્રદૂષણ કન્ટ્રોલ બોર્ડનાં અધિકારીઓને પણ આ માહિતી આપવામાં આવી છે. જેમના દ્વારા તેમની રૂટિન મુજબની તપાસની કાર્યવાહી હાથ પર લેવામાં આવી છે.

પ્રકૃતિ સુરક્ષા મંડળનાં સલીમ પટેલે જણાવ્યું હતું કે “ઔદ્યોગિક વિકાસની સાથેસાથે ગેરકાયદેસર ઔદ્યોગિક વેસ્ટ કેમિકલ નિકાલનાં ગોરખધંધાનો પણ વિકાસ થયો છે. પ્રદુષણ માફિયાઓ સરકારની નીતિઓ/નિયમોથી બે કદમ આગળ જ હોય છે. ભ્રષ્ટ તંત્ર અને ઢીલા/લુલા કાયદાઓનો લાભ આ માફિયાઓ ઉઠાવી રહ્યા છે. ગાડીઓનાં ખોટા નંબર પ્લેટનો ઉપયોગ, ખોટા વહનનાં દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને હવે આ આંતરરાજ્ય કૌભાંડ બની ગયું છે. તારીખ 20 નાં રોજ રાજસ્થાન પાસિંગ વાહન હતું આજનાં બનાવમાં એક એ.પી. નું પાસિંગ અને બીજું મહારાષ્ટ્રનાં પાસિંગની ગાડી છે.” ગાડીનાં ડ્રાઈવરના કહેવા મુજબ “તેણે આ બંને ગાડીઓ ઝધડિયા જીઆઇડીસીમાં આવેલ કંપનીમાંથી ભરી છે અને પોતે અભણ હોવાથી કંપનીનું નામ જાણતો નથી”.

Advertisement

તારીખ 20.11.20 નાં રોજ રાત્રે કિમ ખાડીમાં ટેન્કર દ્વારા જાહેરમાં મુખ્ય હાઇ-વે પરથી જ કેમિકલનાં નિકાલ કરતા ટેન્કર માફિયાને પર્યાવરણ વાદીઓ તરફથી પકડવામાં આવ્યા હતા. જેમાં ટેન્કર અને ડ્રાઈવર સહિત બે વ્યક્તિઓની અટક કરવામાં આવી છે. કાયદેસરની FIR નોંધવામાં આવી છે પરંતુ એ FIR માં કંપનીનું નામ લખવામાં આવ્યું નથી તેમજ કાયદાની હલકી કલમો લગાવવામાં આવી છે જેનાથી આવી વ્યક્તિઓ જામીન લઈ ફરી એ જ વ્યવસાયમાં સક્રિય થઈ જાય છે અને એક જ ટેન્કર પણ અનેક વખત પકડાય છે.


Share

Related posts

ઝઘડીયાના રાણીપુરા ગામે ગાડી જોઇને ચલાવો એમ કહેનાર પર મહિલા સહિત ત્રણનો હુમલો.

ProudOfGujarat

અંકલેશ્વર ને.હા ૪૮ પર આવેલ એક શોપિંગમાંથી ATM મશીન ચોરી કરી ફરાર થયેલ ઇસમો સીસીટીવી માં કેદ.

ProudOfGujarat

પંચમહાલ : શહેરા તાલુકાનાં સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામનાં બાળ મિત્રોની વર્તમાન કામગીરીની બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા દ્વારા સમીક્ષા કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!