Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડી નજીક ધોરીમાર્ગ પર માધુમતિ નદીના બીજા પુલની અધુરી કામગીરીથી હાલાકી બન્ને તરફના વાહનો એકજ પુલ પરથી પસાર થતાં અકસ્માતની દહેશત.

Share

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

રાજપારડી નજીક ધોરીમાર્ગ પર માધુમતિ નદી પર બીજો પુલ બનાવવાની કામગીરી લાંબા સમયથી ખોરંભે પડતા વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા હોવાનું જાણવા મળ્યુ છે.ઉલ્લેખનીય છેકે આ સ્થળેથી પસાર થતો ધોરીમાર્ગ ચાર માર્ગીય બનાવવાની કામગીરી અંતર્ગત અત્રે માધુમતિ નદી પર જુના પુલની સાથે નવો પુલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.અધુરૂ કામ કરીને ક‍ામગીરી અધુરી છોડી દેવાતા બન્ને તરફના વાહનો હાલ એકજ પુલ પરથી પસાર થાયછે.આમ થતાં અકસ્માત ની દહેશત જણાય છે.ત્યારે બીજા પુલની કામગીરી તાકીદે સંપન્ન કરાવવા તંત્ર આગળ આવે તે જરૂરી છે.

Advertisement

Share

Related posts

कारवां के निर्देशक आकर्ष खुराना ने कहा इरफ़ान खान बेहतरीन अभिनेताओं में से एक है!

ProudOfGujarat

ગરૂડેશ્વર તાલુકાનાં ગોરા એકલવ્ય સ્કુલમાં કોવિડ આઇસોલેશનનાં પોલીસ કોન્સ્ટેબલ પોતે તેના પરિવાર સાથે ભાગી જતા કોન્સ્ટેબલ સામે પોલીસ ફરિયાદ.

ProudOfGujarat

ગુજરાત સરકાર દ્વારા હાલ 18 વર્ષથી ઉપરનાને નહીં મળે વેકસીન..!!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!