Proud of Gujarat
GujaratFeaturedINDIA

કલેકટર કચેરી અમદાવાદના ઉપક્રમે વિરમગામ ખાતે દિવ્યાંગ સાધન સહાય તપાસ કેમ્પ યોજાયો.

Share

  સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ખાતે આયોજીત કેમ્પમાં ૪૫૦ થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો.
ભારત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, અમદાવાદ જીલ્લા વહિવટી તંત્ર, અલીમ્કો તથા તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામના સંયુક્ત ઉપક્રમે સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ખાતે દિવ્યાંગ સહાય તપાસ કેમ્પ યોજાયો હતો. જે લાભાર્થીએ દિવ્યાંગ સર્ટીફિકેટ બનાવેલ હોય, દિવ્યાંગ સર્ટીફિકેટના હોય અથવા વયોશ્રી યોજનામાં હોય તેવા લાભાર્થીઓને બહેરાશ, અંધાપો કે અન્ય ઉંમરના કારણે થતી તકલીફોમાં મદદરૂપ થવા માટે તેઓને જરૂરી સાધન સહાય આપવા માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ખાતે બે દિવસ એસેસમેન્ટ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે મદદનીશ કલેકટર સુરભી ગૌતમ, મામલતદાર કુંજલ શાહ, તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, ડો.આર જી વાઘેલા, કે.એમ. મકવાણા, નીલકંઠ વાસુકીયા, ગૌરીબેન મકવાણા, જયેશ પાવરા, અજીતસિંહ લકુમ, જયેશભાઇ પટેલ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.
તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, જે લાભાર્થીએ દિવ્યાંગ સર્ટીફિકેટ  બનાવેલ હોય, દિવ્યાંગ સર્ટીફિકેટના હોય અથવા વયોશ્રી યોજનામાં હોય તેવા લાભાર્થીઓને દિવ્યાંગ સહાય તપાસ કેમ્પમાં નામ નોંધાવી ડોક્ટર પાસે એસેસમેન્ટ કરાવ્યા પછી લાભાર્થીની શારીરીક જરૂરીયાત મુજબના મળવાપાત્ર સાધનો પૈકીના વોકર, ચાલવા માટેની લાકડી, વ્હીલચેર, હાથ ઘોડી, દાંતનું ચોકઠુ, ચશ્માના નંબર, સાંભળવાનું મશીન જેવા સાધનો માટે નામ નોંધવામાં આવ્યા હતા. સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ખાતે આયોજીત કેમ્પમાં ૪૫૦થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો.

નીલકંઠ વાસુકિયા – વિરમગામ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા પંચાયતની 34 બેઠક પર 95 ઉમેદવારો મેદાનમાં, હાંસોટ 12 નંબરની બેઠક બિનહરીફ, જિલ્લામાં ત્રિપાંખ્યો જંગ…

ProudOfGujarat

ક્ષમતા કસોટીમાં ઉત્તીર્ણ થયેલા છાત્રોને પ્રમાણપત્ર એનાયત કરાયા…

ProudOfGujarat

બરોડા બીએનપી પારિબા એએમસી અને નૈનીતાલ બેંક લિમિટેડે મ્યુચ્યુઅલ ફંડ પ્રોડક્ટ્સના વિતરણના કરાર પર હસ્તાક્ષર કર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!