Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજમાં એક જ રાતમાં બે દુકાનોનાં તાળા તૂટ્યા, તસ્કરો સી.સી.ટી.વી કેદ

Share

પાલેજ નગરના એક રાત્રીમાં એક મકાન તેમજ એક દુકાનમાં ચોર તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો જ્યારે અન્ય એક જ્રવેલર્સ દુકાન તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટનામાં પાલેજ પોલીસ દર વખતની માફક ઊંઘતી ઝડપાઇ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર પાલેજ ખાતે આવેલ એક જવેલર્સની દુકાનમાં ગુરુવારની રાત્રે તસ્કરો દ્વારા દુકાનનાં દરવાજાનાં નકુચા તોડી અંદર પ્રવેશી ચાંદી નાં દાગીનાની ઉઠાંતરી કરી ફરાર થઈ જવા પામ્યા હતા. જ્યારે બીજી તરફ નજીકમાં જ આવેલી સોના ચાંદીની બીજી એક દુકાનનાં દરવાજાનો નકુચો તોડી દુકાનમાં પ્રવેસવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ અંદરની લોખડની જાળીનાં ખુલતાં ચોર તોડકીનો પ્રયાસ નિષ્ફળ નીવડયો હતો. ગુરુવારની જ રાત્રે ચોર તોડકી દ્વારા પાલેજ નગરમાં ચોરી માટે ત્રીજો પ્રયત્નો પણ આદર્યો હતો.
આ બનાવ લીમડા શેરી વિસ્તારમાં એક બંધ મકાનના દરવાજાનાં નકુચા તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા હતાં.મકાન માલિકનાં જણાવ્યા અનુસાર તેઓ વડોદરા હતાં તેઓની માતાનાં દાગીના અને રોકડ રકમ તસ્કરો લઈ ભાગી ગયાનું જણાવ્યું છે.ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ ઉપર પોહચી હતી પરંતુ રાતની ઘટનામાં બીજા દિવસની સાંજ પાડવા સુધી કોઈ ફરિયાદ નોંધવા પામી નથી.
ઉલ્લેખનીય છે કે એક જવેલર્સની દુકાનમાંથી તસ્કરોએ સી.સી.ટી.વી કેમેરાનું ડી.વી.આર કાઢી લઈ ગયાનું પણ જાણવા મળી રહ્યું છે ઉપરાંત વાઈ ફાઇનું બોક્સ પણ ઉઠાવી ગયા હતા.પાલેજમાં છેલ્લા છ મહિનામાં અનેક નાની મોટી ચોરીઓ થઈ પરંતુ કોઈ પણ ચોરીની ઘટના પોલીસના ચોપડે ચડતી નથી એ બાબત અચરજ પમાડે એમ છે.

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

Advertisement

Share

Related posts

સરદાર સરોવર નર્મદા ડેમથી માત્ર 50 કિ.મી. દૂર ભૂકંપ : ડેમ 6.5 રિક્ટર સ્કેલના ભૂકંપમાં પણ સુરક્ષિત.

ProudOfGujarat

સુરત ખટોદરા વિસ્તારમાં આવેલ એમ્બ્રોડરી ના કારખાનામાં આગ-ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગ ને કાબુમાં લીધી.આગ લાગવાનું કારણ અંકબધ

ProudOfGujarat

ભરૂચ : મુહમ્મદ પયગમ્બર સાહેબની શાનમાં વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં ટંકારીઆ સજ્જડ બંધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!