Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

સુરત બમરોલી 120 ફૂટ રોડ પર મોબાઈલ સ્નેચિંગ કરી ભાગતા સ્નેચરની રિક્ષા પલટી મારી ગઈ હતી જેથી બે સ્નેચરને લોકોએ ઝડપી પાડ્યા હતા

Share

સુરત બમરોલી 120 ફૂટ રોડ પર મોબાઈલ સ્નેચિંગ કરી ભાગતા સ્નેચરની રિક્ષા પલટી મારી ગઈ હતી. જેથી બે સ્નેચરને લોકોએ ઝડપી પાડ્યા હતા અને ફટકાર્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ આવી પહોંચી હતી અને બંને સ્નેચરને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. રોષે ભરાયેલા લોકોએ રિક્ષામાં તોડફોડ પણ કરી. મળતી માહિતી પ્રમાણે, બમરોલી 120 ફૂટ રોડ નજીક આવેલી ખાડી પાસે એક રાહદારીનો મોબાઈલ ઝૂંટવી રિક્ષામાં ચાર જેટલા સ્નેચર ભાગી રહ્યા હતા. રાહદારી સહિત લોકોએ પીછો કરતા સ્નેચરોએ રિક્ષા પરથી કાબુ ગુમાવતા પલટી મારી ગઈ હતી. જેથી તેમાં સવાર બે સ્નેચર ભાગી ગયા હતા. જ્યારે બે સ્નેચર લોકોના હાથે ઝડપાઈ ગયા હતા. સ્નેચરને રિક્ષામાંથી બહાર કાઢી ફટકાર્યા હતા. રોષે ભરાયેલા લોકોએ રિક્ષામાં તોડફોડ પણ કરી હતી. ઘટનાની જાણ થતા ઉધના પોલીસની પીસીઆર વાન આવી પહોંચી હતી અને બંને સ્નેચરને પકડી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. હાલ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

વટારિયા સુગરની વાર્ષિક સભામાં વધુ ઉત્પાદન લેનાર સભાસદોનું સન્માન કરાયું

ProudOfGujarat

ભરૂચમાં આવતીકાલે મુખ્યમંત્રીને કોંગ્રેસના આગેવાનો જનહિતના પ્રશ્ને રજૂઆત કરશે.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના એક ગામે પતિએ પત્નિ અને તેના પ્રેમી વિરુદ્ધ ફરિયાદ લખાવતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!