Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદમાં ભડભડ સળગી ઉઠી BRTS બસ, ડ્રાઈવરની સૂચકતાથી પેસેન્જર્સનો બચાવ.

Share

અમદાવાદમાં આજે વહેલી સવારે એક BRTS બસ એકાએક રીતે સળગી ગઈ હતી. જોકે બસના ડ્રાઈવરે સમય રહેતા પોતાની સુજબુઝથી પેસેન્જર્સને નીચે ઉતારી દીધા હતા જેથી તમામ પેસેન્જર્સનો બચાવ થયો હતો. અમદાવાદ શહેરના મેમનગરમાં આવેલા BRTS બસ સ્ટેન્ડ પર આજે સવારે અચાનક જ બસના એન્જીનમાંથી ધુમાડો નીકળતાં જ બસ ડ્રાઈવરે બધા પેસેન્જર્સને બહાર જવા કહ્યું હતું અને BRTS બસ સ્ટેન્ડ પર ઉભેલા તમામ યાત્રીઓને પણ બસ સ્ટેન્ડથી દૂર જવા કહ્યું હતું.

જે BRTS બસમાં આગ લાગી હતી તે બસમાં લગભગ 25 જેટલા મુસાફરો મુસાફરી કરતા હતા. આ ઘટનામાં કોઈપણ જાનહાની થઇ નથી અને આ બસ RTO થી મણિનગર તરફ જઈ રહી હતી. આ ઘટના આજે સવારે 8 વાગ્યાની આસપાસ બની હતી. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ બસ મેમનગર BRTS પર પહોચી ત્યારે બસ અચાનક બંધ પડી ગઈ હતી અને બસના એન્જીનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. આ બસના ડ્રાઈવરે બસના તમામ દરવાજા ખોલી નાખ્યા હતા અને બધા પેસેન્જર્સને ઉતરી જવા કહ્યું હતું અને બધા લોકોને દૂર જવા કહ્યું હતું.

જોકે થોડીક ક્ષણોમાં જ બસમાં આગ લાગવાની શરુઆત થઇ ગઈ હતી. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયબ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે આ ઘટનાથી BRTS બસના મેઈન્ટેન્સ પર પણ સવાલ ઉભા થઇ રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ દેરોલ ચોકડી પરથી હથિયાર સાથે એક ઈસમ ઝડપાયો.

ProudOfGujarat

નર્મદા નદીમાં 31 હજાર કયુસેક પાણી ડિસ્ચાર્જ થતા ચોમાસા પહેલાં નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ.

ProudOfGujarat

ભરૂચ : ઓફલાઇન વર્ગો શરૂ કરવા એન.એસ.યુ.આઈ એ કેજે પોલીટેકનિક કોલેજના કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!