કેન્દ્ર સરકારના અતિમહત્વકાંક્ષી ગણાતા બુલેટ ટ્રેન પ્રોજેકટ ફરી ઘોંચમાં પડે તેવી શકયતા સર્જાઈ છે.ગુજરાત હાઇકોર્ટમાં ખેડૂતો તરફી નિર્ણય નહિ આવતા સુરત સહિત દક્ષિણ ગુજરાતના પંચાસ જેટલા અસરગ્રસ્ત ખેડુતો દ્વારા સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રોજેકટ ના અસરગ્રસ્ત 70 જેટલા મકાન માલિકો પણ સુપ્રીમ કોર્ટમાં પીટીશન દાખલ કરશે. બુલેટ ટ્રેન જમીન સંપાદન ને લઈ હાઇકોર્ટનો ચુકાદો ખેડૂતો તરફી નહીં રહેતા હવે ખેડૂતો સુપ્રીમ કોર્ટના દ્વારે છે. કેન્દ્ર સરકાર ના વર્ષ 2013 ના કાયદા પ્રમાણે જમીન સંપાદન કરી વળતર ચુકવવાની માંગ સાથે પિટિશન સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે.આજ રોજ સુપ્રીમ કોર્ટમાં અસંગ્રસ્ત ખેડૂતો સહિત દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા પિટિશન કરવામાં આવી છે. રાજ્ય સરકાર વર્ષ 2016 ના કાયદા પ્રમાણે ખેડૂતોને જમીન સંપાદન નું વળતર આપવાની વાત કરી રહી છેરાજ્ય સરકારે વર્ષ 2013 ના બદલે વર્ષ 2016 ના કાયદામાં સુધારા કરી જમીન સંપાદન નો કાયદો લાગુ કર્યો છે. બુલેટ ટ્રેન પ્રોજેકટ મામલે સુરત સહિત દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યું છે. અગાઉ હાઇકોર્ટ દ્વારા ખેડૂતોની અરજી ગાહય ના રાખી ફગાવી દેવામા આવી હતી. ખેડૂતો સાથે હવે પ્રોજેકટ અસરગ્રસ્ત 70 મકાનો ના મલિક પણ સુપ્રીમ કોર્ટમાં યોગ્ય વળતર માટે પીટીશન આવતીકાલે કરશે.
કેન્દ્ર સરકારના અતિમહત્વ ગણાતા બુલેટ ટ્રેન પ્રોજેકટ ફરી ઘોંચમાં પડે તેવી શકયતા સર્જાઈ છે.
Advertisement