Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

સુરતમાં માનવ તસ્કરીનો સૌથી મોટો પર્દાફાશ થયો છે.

Share

પુણા વિસ્તારમાં પોલીસે દરોડા પાડીને સોસાયટીઓમાંથી અસંખ્ય બાળકો મળી આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, સુરત, રાજસ્થાન અને દિલ્હી પોલીસનું સંયુક્ત ઓપરેશનમાં 125થી વધુ બાળકોને મુક્ત કરાવ્યા હોવાની વાત સામે આવી છે. સુરતમાં પુણાની સીતારામ સોસાયટીમાં સવારે પાંચ વાગ્યે દિલ્હી, રાજસ્થાન પોલીસ, સુરત પોલીસ અને સેન્ટ્રલ આઈબીની ટીમે રેડ કરી હતી અને રાજસ્થાનથી માનવ તસ્કરી કરી સુરતમાં લવાયેલા 125થી વધુ બાળકોને ઘરમાંથી મુક્ત કરાવ્યા છે. પુણાની સીતારામ સોસાયટી હાસ પોલીસ છાવણીમાં ફેરવાઈ છે. બાળકો પાસે મજૂરી કામ કરાવવામાં આવતું હતું. આ બાળકોનો કબજો મેળવી પોલીસે આરોપી શખ્સો વિરૂદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં પોલીસને જાણવા મળી રહ્યું છે કે તમામ બાળકો રાજસ્થાન અને દિલ્હીથી લાવેલા હોવાનો ખુલાસો થયો છે.

Advertisement

Share

Related posts

અનાજ ન મળતુ હોવાની રજુઆત સંદર્ભે જિલ્લા પુરવઠા અધિકારીએ ઉમરપાડાની બે ગામોની સસ્તા અનાજની દુકાનોના પરવાના મોકુફ કર્યા.

ProudOfGujarat

ભરૂચ ના જંબુસર બાયપાસ ચોકડી વિસ્તાર માં કાર ના કાંચ તોડી ૪ લાખ ઉપરાંત ની રકમ ની સનસનાટી ભરી ચીલ ઝડપ ..EXCLUSIVE

ProudOfGujarat

આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોન્ટ્રાકટર ની લાપરવાહી પી. એમ.રૂમમાં જવાના માર્ગ ઉપર જ કન્સ્ટ્રકશન નું મટીરીયલ નાખવામાં આવતા રસ્તો બંધ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!