Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : આંગડીયા પેઢીનો કર્મચારી પેઢીના ૧૭ લાખ રૂપિયા લઈને ફરાર.

Share

સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલી એક આંગડીયા પેઢીનો કર્મચારી પેઢીના ૧૭ લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયો હતો. સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલી બાબુ કાંતિલાલ આંગડિયા પેઢીનો કર્મચારી અર્જુન ઠાકોર એક પેઢીમાંથી ૧૭ લાખ રૂપિયા લઈને બીજી પેઢીમાં આપવા નીકળ્યો હતો પરંતુ રોકડા ૧૭ લાખ રૂપિયા લઈને તે ફરાર થઈ ગયો હતો. કર્મચારી અર્જુન ઠાકોર પેઢીની બીજી ઓફિસે ન પહોંચતા આંગડિયા પેઢીના સંચાલકોએ તેની શોધખોળ કરી હતી આમ છતાં તેનો કોઇ અતોપતો ન જડતાં આંગડિયા પેઢીના સંચાલકે મહિધરપુરા પોલીસ મથકે કર્મચારી વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો. મહિધરપુરા પોલીસે ફરાર અર્જુન ઠાકોરની સધન શોધખોળના ચક્રો ગતિમાન કર્યા હતા.

Advertisement

Share

Related posts

નડિયાદમાં કપડવંજના દંપતિએ લોનની લાલચ આપી ૧૭ લોકોને વિશ્વાસમાં લઈ રૂ. ૪.૪૭ લાખની છેતરપિંડી કરી

ProudOfGujarat

રાજપીપળા હરસિદ્ધિ માતાનાં મંદિરે કોરોના મહામારીનાં કારણે નવરાત્રીનો મેળો અને ગરબા બંઘ રાખવામાં આવ્યા.

ProudOfGujarat

સુરતના અડાજણ ખાતે આવેલી રિવર ડેલ સ્કૂલમાં ત્રણ બાળકો કોરોના પોઝિટિવ : શાળા બંધ કરવાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!