Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ઝાડેશ્વરની વૈભવ સોસાયટીમાં શંકાસ્પદ યુવાનને શિયાળુપાક ચખાડતા લોકો.

Share

ભરૂચનાં ઝાડેશ્વર ગામમાં આવેલ વૈભવ સોસાયટીમાં વહેલી સવારે એક યુવાન શંકાસ્પદ હાલતમાં ફરતાં તેને લોકોએ જોતાં ચોર સમજીને શિયાળામાં ઢાળી નાંખતો વિડીયો વાઇરલ થયો છે. આજે ભરૂચનાં ઝાડેશ્વર ગામનાં વૈભવ સોસાયટીમાં વહેલી સવારે એક યુવાન શંકાસ્પદ હાલતમાં જોતાં કેટલાક લોકોને તેની હિલચાલ શંકાસ્પદ લાગતાં તેને પકડીને એક ધાર પાસેની લોખંડની જાળી સાથે બાંધીને મહિલા અને યુવાનો દ્વારા શિયાળુ પાક આપવાનું શરૂ કર્યું હતું. યુવાન બોલે તે પહેલા જ તેને લોકોએ ચંપલ અને પ્લાસ્ટિકનાં પાઈપથી મારવાનું શરૂ કર્યું હતું. જોકે તેને અધમૂવો કરી નાંખ્યો હતો. આ યુવાનને લોકો મારી રહ્યા હતા ત્યારે તેનો વિડીયો બનાવી લોકોએ સોશિયલ મીડિયા પર વાઇરલ કરી નાંખ્યો હતો. જોકે સી-ડિવિઝન પોલીસ મથકને સોંપતા પોલીસ કાર્યવાહી કરવાની તજવીજમાં છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં અબોલ જીવની જાનહાની બચાવવા પ્રયત્નશીલ સાર્થક ફાઉન્ડેશન

ProudOfGujarat

નોંધારાનો આધાર બની રહ્યું છે નર્મદા જિલ્લા વહિવટી તંત્ર : નિરાધારો માટે સંવેદના સરવાણી વહેવડાવવામાં સામાજિક સેવા સંસ્થાનો માનવતા ભરેલો સહયોગ.

ProudOfGujarat

અંકલેશ્વરની પ્રિયાંશી ચૌહાણે રાજ્ય કક્ષાની ડ્રોઈંગ ગ્રેડ પરીક્ષામાં 93 માર્ક્સ મેળવી ગૌરવ વધાર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!