Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : આકાશ સલીયાએ રીયલ ડાયમંડ પર ભારત દેશના નકશાનું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લેસર વડે આકૃતિ ઉપસાવી.

Share

સુરતના યુવક આકાશ સલીયાએ રીયલ ડાયમંડને ભારત દેશના નકશાનું આબેહૂબ સ્વરૂપ આપીને અનોખી રીતે દેશભક્તિ રજૂ કરી છે. એટલું જ નહીં દેશના વડાપ્રધાન મોદીને પણ આ દેશ આકૃતિના ડાયમંડમાં સ્થાન આપ્યું છે.

ડાયમંડ પર લેસરથી આ આકૃતિ ઉપસાવવીએ ડાયમંડ ક્ષેત્રની એક શ્રેષ્ઠ કળા છે. દોઢ કેરેટનો આ દેશભક્તિ ભાવના ભરેલો ડાયમંડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રૂબરૂ મળીને ભેટ કરવાની તેની ઇચ્છા છે.સુરતના કતારગામ ખાતે રહેતા આકાશ સલીયાએ ભારતને સોનામાં નહીં પરંતુ રીયલ ડાયમંડમાં કંડાર્યુ છે.

વર્ષ 2014-15માં તેમણે ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ જેમ્સ એન્ડ જ્વેલરીના વિદ્યાર્થીકાળમાં એક ત્રણ કેરેટના રીયલ ડાયમંડને ભારતનો નકશો આપવાનું કામ શરૂ કર્યુ હતું.આ ડાયમંડ વિશે વાત કરતા આકાશ સલીયાએ કહ્યું કે, વર્ષ-1998માં તેના નજીકના સંબંધીએ એક ત્રણ કેરેટનો ડાયમંડ ખરીદ્યો હતો એ સમયે તેની કિંમત 45,000 આસપાસની હતી. 14 વર્ષ પછી એ ડાયમંડ જ્યારે મારા જોવામાં આવ્યો તો મને તેમાં ભારતના નકશાનો ભાસ દેખાયો અને એ ડાયમંડમાં ભારતનો નકશો બનાવવાનો વિચાર આવ્યો હતો અને પછી તરત તેના પર કામ શરૂ કર્યું હતું. ડેઇલી પાંચ કલાક જેટલું કામ કરીને અંદાજિત બે મહિનામાં ડાયમંડને નકશામાં પરિવર્તીત કર્યો. આ કામ એટલું આસાન ન હતું કારણ કે લેસર દ્વારા કામ લેવાનું હતું અને લેસર દ્વારા હીરો તૂટવાની પણ શક્યતાઓ હતી. જ્યારે ભારતના નકશા સ્વરૂપે ડાયમંડ તૈયાર થયો ત્યારે તેનું વજન 1.46 કેરેટ હતું. જ્યારે નકશો તૈયાર થયો ત્યારે તેને સલામી આપીને સેઇફમાં મૂકી દીધો હતો. આ કામમાં નકશો તૈયાર કરતી વખતે ઘણીવખત મુશ્કેલીઓ પણ આવી પરંતુ તે વખતે મારા મિત્ર કેયુર મિયાણીએ સહયોગ આપ્યો હતો.

તે મારી પડખે ઉભા રહી મદદ કરવાની સાથે મને સતત પ્રોત્સાહન પુરુ પાડ્યું હતું.આકાશ સલીયાએ 2017માં ફરી ડાયમંડ સેઇફમાંથી જોવા માટે બહાર કાઢ્યો તો તેને ડાયમંડની અંદર કશુક નવું કરવાની ઇચ્છા થઇ હતી. એ સમયે વડાપ્રધાન મોદીના સ્વચ્છ ભારત, ડિજિટલ ઇન્ડિયા, બેટી બચાવો-બેટી પઢાવો વગેરે દેશલક્ષી કાર્યોથી પ્રભાવિત હોવાના કારણે ડાયમંડની અંદર નરેન્દ્ર મોદીની આકૃતિ બનાવવાનું નક્કી કર્યું હતું. ફરી લેસર ઇન્સ્ક્રીપ્શન અને એક મહિનાની મહા મહેનત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આકૃતિ પણ ડાયમંડમાં સ્થાપિત કરી હતી.

માત્ર દોઢ કેરેટના હીરાની અંદર લેસર ઇન્સ્ક્રીપ્શનથી આકૃતિ ઉપસાવવી જે કામ સહેલું ન હતું કારણ કે વોલ્ટેજ અને ડેપ્થમાં એક પોઇન્ટનો પણ વધારો થઇ જાય તો આખો ડાયમંડ તૂટી જવાની શક્યતાઓ હતી. હવે આ ભારતના નકશામાં મોદી આકૃતિ જડિત ડાયમંડ તેઓ વડાપ્રધાન મોદીને જ ભેટ આપવાની ઇચ્છા ધરાવે છે.આકાશ સાલિયા ડાયમંડ ઉત્પાદક અને જ્વેલરી ડિઝાઇનર છે. તેમણે ઘણી અગ્રણી બ્રાન્ડ માટે ડાયમંડની વિશિષ્ટ ડિઝાઇન પણ બનાવી છે. પ્રોફેશનલ જર્ની દરમિયાન તેણે આઈ.એસ.જી.જે ધ જ્વેલરીમાંથી ડાયમંડ અને જ્વેલરી એજ્યુકેશન પૂર્ણ કર્યું છે.આકાશ સલીયાએ કહ્યું હતું કે, પહેલીવાર ડાયમંડમાં ભારતના મેપ આકાર આપવાનો હતો એ પહેલા 10 થી 12 વખત કાચ પર કામ કર્યું હતું. જેમાં સફળતા મળ્યા બાદ હીરા પર કામ ચાલું કર્યું પણ તેમાં ધારી સફળતા મળતી ન હતી કારણ કે કાચ અને હીરાની હાર્ડનેસમા ખુબ મોટુ અંતર રહેલું છે. આખરે રીસ્ક લઇને હીરા પર કામ કર્યું હતું.

એ જ રીતે વડાપ્રધાનની આકૃતિ ઉપસાવતી વખતે પણ લેસર પહેલા આ રીતે જ કાચ પર પ્રયોગ કરવામાં આવ્યા હતાં.સિન્થેટીક ડાયમંડની એક ટોળકી રીયલ ડાયમંડના બિઝનેસનો નેગેટીવ પ્રચાર કરવામાં લાગેલી છે. હકીકતમાં મને ખબર છે ત્યાં સુધી રીયલ ડાયમંડમાં બાળમજૂરી કે બ્લડ ડાયમંડ જેવુ કશું નથી. આ મેસેજ વડાપ્રધાન સુધી પહોંચે તેમજ લોકો ફરી રીયલ ડાયમંડના વ્યવસાય તરફ વળે એવી લાગણી છે.

Advertisement

Share

Related posts

સુરતમાં ડ્રેનેજની સફાઇ માટે રોબોટનો થશે ઉપયોગ : દેશના 12 શહેરો પૈકી ગુજરાતમાં પહેલીવાર પ્રયોગ.

ProudOfGujarat

સુરતનાં સાંસદ દર્શના જરદોષે ગતરોજ લોકસભામાં પ્રશ્નકાળ દરમ્યાન કલર બ્લાઈન્ડના વારસાગત રોગથી પીડાતા સુરતના એક શિક્ષિત યુવકને નોકરીમાંથી અયોગ્ય ધોષિત કરતો હોય તેને ન્યાય મળે તે માટે ધારદાર રજુઆત કરી હતી.

ProudOfGujarat

ભરૂચનાં પાંજરાપોળ ખાતે ગોપાષ્ટમીની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!