Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર નોબલ માર્કેટના બંધ ગોડાઉનમાં આગ થી અફરા તફરીનો માહોલ કોઇ જાનહાનિ નહીં

Share

આજ રોજ સવારના સમયે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ને.હા ૪૮ નજીક આવેલ નોબલ માર્કેટ ના ભંગાર ના એક બંધ ગોડાઉનમાં અચાનક આગ લાગવાની ઘટનાના પગલે સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અચાનક આગ લાગવાની ઘટનાને લઇ લોકોમાં નાસભાગ મચી હતી તો બીજી તરફ ઘટના અંગેની જાણ અંકલેશ્વર DPMC તેમજ પાનોલી ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયર વિભાગના કર્મીઓએ સ્થળ ઉપર દોડી જઇ આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને ભુજાવી હતી.
અચાનક બંધ ગોડાઉનમાં લાગેલ આગમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.

Advertisement

Share

Related posts

ઉમલ્લાની ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમે વેલુગામની મહિલાને એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવી.

ProudOfGujarat

સમગ્ર ગુજરાત રાજ્યમાં પી.આઈ અને પી.એસ.આઈની બદલીઓ કરવામાં આવી.

ProudOfGujarat

કુળદેવીની આરાધના : રાજપીપળામાં અનોખી તલવાર આરતી યોજાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!